ETV Bharat / state

Cricket match betting : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલુ મેચમાં સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો - Cricket match betting

અમદાવાદનાં મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium in Motera)ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મેચ (Match between India and West Indies )રમાઈ રહી છે. આ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની મેચમાં ચાલુ મેચમાં જુગાર (Cricket match betting)રમાડતા ઈસમને પોલીસે ઝડપી પાડ્યો છે.આરોપી રાજસ્થાનથી 5 દિવસ પહેલા અમદાવાદમાં મેચમાં સટ્ટો રમવાનાં ઈરાદે આવ્યો હતો અને નકલી પાસનાં આધારે સ્ટેડિયમમાં પ્રવેશ મેળવ્યો હતો.

Cricket match betting : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલુ મેચમાં સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો

author img

By

Published : Feb 11, 2022, 10:35 PM IST

અમદાવાદઃ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની (world largest Narendra Modi Stadium )સુરક્ષા વ્યવસ્થા પર ફરી એક વાર સવાલ ઉભો થયો છે. હાલમાં આ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India and West Indies )વચ્ચેની મેચમાં ચાલુ મેચમાં જુગાર રમાડતા ઈસમને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી રાજસ્થાનથી 5 દિવસ પહેલા અમદાવાદમાં મેચમાં સટ્ટો( Match betting in Ahmedabad)રમવાનાં ઈરાદે આવ્યો હતો અને નકલી પાસનાં આધારે સ્ટેડિયમમાં પ્રવેશ મેળવ્યો હતો.

અમદાવાદમાં મેચમાં સટ્ટો

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મેચ

હાલમાં અમદાવાદનાં મોટેરામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં(Ahmedabad Narendra Modi Stadium ) ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મેચ રમાઈ રહી છે. જે મેચ દરમિયાન ચાંદખેડા પોલીસના અલગ અલગ ટીમો સાથે પેટ્રોલીંગમાં હતી, તે સમયે એક ઈસમ સતત ફોનમાં વ્યસ્ત હોવાનું પોલીસને ધ્યાને આવ્યું હતું. પોલીસે તેની તપાસ કરતા તેની પાસેથી GCA નો પાસ મળી આવ્યો હતો. જે પાસમાં તેનું નામ મોહિતસિંઘ રાજપૂત હતુ.જેથી પોલીસને શંકા જતા પોલીસે તપાસ કરતા જીસીએ દ્વારા કોઈ પણ મીડિયા કર્મીને આ પ્રકારનો પાસ બનાવીને આપ્યો ન હોવાનું સામે આવ્યું હતું.જેથી યુવકની સધન પુછપરછ કરતા તેણે કોઈ સંતોષકારક જવાબ ન આપતા યુવકને કડક રીતે પુછપરછ કરતા તે પોતાનાં અન્ય મીત્ર નાસીરહુસેન ઉર્ફે ઉમાશંકર સાથે રાજસ્થાનની જયપુરથી પાંચ દિવસ પહેલા આવ્યો હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ વાપીમાં IPL મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા નામચીન બૂકીની પોલીસે ધરપકડ કરી

મેચમાં સટ્ટો રમવાનાં ઈરાદે આવ્યા

બન્ને ઈસમો મેચમાં સટ્ટો રમવાનાં ઈરાદે આવ્યા હતા તેમજ સ્ટેડિયમ રોડ પરની એક હોટલમાં રોકાયા હતા. સ્ટેડિયમમાં હાલ પ્રેક્ષકોને પ્રવેશ ન હોવાથી ચાલુ મેચમાં સટ્ટો રમાડવા માટે તેઓએ સ્ટેડિયમમાં પ્રવેશવા માટે નકલી પાસ જયપુરનાં શહેનશાહ સુરીનખાન પાસે બનાવડાવ્યો હતો.જે પાસના આધારે પકડાયેલો આરોપી મોહિતસિંઘ રાજપૂત સ્ટેડિયમમાં પ્રવેશ્યો હતો. જે આરોપીને ચાંદખેડા પોલીસે ઝડપી વધુ તપાસ શરૂ છે.મહત્વનું છે કે નકલી પાસ બનાવડાવી આરોપી સ્ટેડિયમની અંદર પહોંચી જતા સ્થાનિક પોલીસની બેદરકારી છતી થઈ છે. અગાઉ પણ નરેન્દ્રમોદી સ્ટેડિયમમાં ચાલુ મેચમાં સટ્ટો રમાડતા ઈસમની ધરપકડ કરાઈ હતી તેવામાં આ ગુનામાં આરોપી સાથે સામેલ અન્ય બે આરોપીઓને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચોઃ જામનગરમાં ક્રિકેટ મેચમાં સટ્ટો રમતા ત્રણ શખ્સો ઝડપાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.