ETV Bharat / state

હવે પ્રમુખ સ્વામીનગરની મુલાકાતે જશો તો રાખવું પડશે વિશેષ ધ્યાન

અમદાવાદમાં ઓગણજ ખાતે યોજાયેલા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં (Pramukh Swami Nagar Ognaj Ahmedabad) 26 ડિસેમ્બરથી કોરોના ગાઈડલાઈનનું (Covid Guidelines at Pramukh Swami Nagar) ચુસ્ત પાલન કરવામાં આવશે. સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન મુજબ જ અહીં ભક્તોને પ્રવેશ આપવામાં આવશે. આ સાથે જ ભક્તો માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

હવે પ્રમુખ સ્વામીનગરની મુલાકાતે જશો તો રાખવું પડશે વિશેષ ધ્યાન
હવે પ્રમુખ સ્વામીનગરની મુલાકાતે જશો તો રાખવું પડશે વિશેષ ધ્યાન
author img

By

Published : Dec 24, 2022, 8:14 AM IST

અમદાવાદ સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસ ફરી એક (Covid Cases in World) વાર વધી રહ્યા છે. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારે પણ કોરોનાને પહોંચી વળવાની તૈયારી બતાવી છે. આ સાથે જ ત હવે સરકારે કોરોનાની ગાઈડલાઈન જાહેર કરી છે. તો હવે આ ગાઈડલાઈનનું (Covid Guidelines at Pramukh Swami Nagar) પાલન અમદાવાદના ઓગણજ ખાતે યોજાયેલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પણ કરવામાં આવશે. પ્રમુખ સ્વામીનગરમાં (Pramukh Swami Nagar Ognaj Ahmedabad) આવતા ભક્તો માટે કોરોના ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જે 26 ડિસેમ્બરથી અમલમાં આવશે. તો હવે ભક્તોએ શું ધ્યાનમાં રાખવું પડશે જોઈએ આ અહેવાલમાં.

સ્વયંસેવકો અને ભક્તોએ કરવું પડશે પાલન મહોત્સવની સેવામાં જોડાયેલા તમામ સ્વયંસેવકો અવશ્ય માસ્ક પહેરશે. સાથે જ મહોત્સવની દર્શનયાત્રાએ આવતા દર્શનાર્થીઓએ પણ માસ્ક પહેરવું પડશે. મહોત્સવના સ્થળ પ્રમુખસ્વામીનગરમાં (Pramukh Swami Nagar Ognaj Ahmedabad) પ્રવેશ માટે પણ માસ્ક ફરજિયાત પહેરવું પડશે. ઉપરાંત અહીં આવતા ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. એકબીજા સાથે હાથ મિલાવવાનું પણ ટાળવું પડશે. તેમ જ નમસ્કાર મુદ્રાથી જ અભિવાદન કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.

આવા લોકોએ મહોત્સવમાં ન આવવું આ ઉપરાંત શરદી, તાવ, ઉધરસ જેવી તકલીફ હોય તેવા ભક્તોએ આ મહોત્સવમાં ન આવવા જણાવાયું છે. તેમ જ મોટી ઉંમરના અને નાજૂક સ્વાસ્થ્ય કે જેઓ કો-મોર્બિડ લક્ષણ ધરાવે છે. તેમણે પણ અહીં ભીડમાં આવવાનું ટાળવું પડશે. બીજી તરફ આ મહોત્સવમાં વિદેશથી આવતા ભક્તોએ કોરોના ટેસ્ટ કરાવવો અને તબીબોની સલાહ મુજબ કામ કરું પડશે.

મહોત્સવમાં સ્વચ્છતાનો આગ્રહ આ મહોત્સવમાં ઠેરઠેર સ્વચ્છ ટોઈલેટ બ્લોક્સ રાખવામાં આવ્યા છે. ત્યાં સાબુ અને હેન્ડ સેનિટાઈઝર પણ ઉપલબ્ધ છે. તેનો ઉપયોગ કરવો અને પોતાના હાથ સમયે સમયે સ્વચ્છ રાખવા. તો WHO, ભારત સરકારના આરોગ્ય મંત્રાલય તેમ જ ગુજરાત સરકારના આરોગ્ય મંત્રાલયના (Ministry of Health) નિર્દેશ મુજબ, કોરોનાથી ગભરાવવાની જરૂર નથી, પરંતુ સાવધાની અવશ્ય રાખવી પડશે. આ ઉપરાંત આગળ પણ સરકાર અને જાહેર આરોગ્ય સંસ્થાઓની ગાઈડલાઈન (Covid Guidelines at Pramukh Swami Nagar) મુજબ જરૂરી પગલાં લેવાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.