ETV Bharat / state

સોશિયલ મીડિયામાં સક્રિય રહેતી મહિલાઓ પ્રત્યે લોકોએ માનસિકતા બદલવાની જરૂર : કોર્ટ - સોશિયલ મીડિયામાં એકટીવ મહિલાઓ

આજના આધુનિક જમાનામાં દીકરા અને દીકરી વચ્ચે ભેદ રાખનારો એક કિસ્સો સેશન્સ કોર્ટમાં આવ્યો છે. આ કેસમાં પત્નીએ પતિ પાસે ભરણ પોષણ માટે કાર્ટમાં કેસ કર્યો હતો. પતિએ પત્ની સોશિયલ મીડિયામાં સક્રિય રહેતી હોવાથી(women active in social media) ચારિત્ર શંકા કરી ભરણ પોષણ આપવા ના પાડી હતી. બાદમાં કોર્ટે પતિને ભરણ પોષણ આપવા આદેશ કર્યો તથા મહિલાઓ પ્રત્યે લોકોએ માનસિકતા બદલવી જોઈએ એવી આ કેસમાં ટકોર કરી છે.

સોશિયલ મીડિયામાં સક્રિય રહેતી મહિલાઓ પ્રત્યે લોકોએ માનસિકતા બદલવાની જરૂર: કોર્ટ

author img

By

Published : Jul 16, 2022, 6:24 PM IST

અમદાવાદઃ પતિ અને પત્ની વચ્ચે દાંપત્યજીવનમાં ઝઘડા થતા હોય એ સામાન્ય (women active in social media)બાબત છે. પરંતુ જ્યારે એ ઝઘડા ખૂબ જ મોટું સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે, ત્યારે તેમને કોર્ટનાંપગથિયાં ચડવાનો વારો આવતો હોય છે. આજના આધુનિક જમાનામાં પણ હજુ પણ દીકરા અને દીકરી વચ્ચે ભેદ રાખનારો એવો જ એક કિસ્સો સેશન્સ કોર્ટમાં (Metropolitan Court )આવ્યો છે જેને લઈને સેશન્સ કોર્ટે, મહિલાઓને લઈને જે ખરાબ માનસિકતા છે એ લોકોએ બદલવી જોઈએ (Social media)એવો આ કેસમાં કોર્ટે ટકોર કરી છે.

શું છે સમગ્ર મામલો - સમગ્ર વિગતો જોઈએ તો આ પતિ અને પત્નીએ 2008માં લગ્ન કર્યા હતા અને 2010માં તેમને ત્યાં દીકરીનો જન્મ થયો હતો, તેનો પતિ દુબઈની એક કંપનીમાં ક્લાર્ક તરીકે નોકરી માટે (Family Court Case Status )ગયો હતો. એના નોકરીમાં ગયા બાદ આ મહિલા પોતાની બાળકીને લઈને તેના મામાના ઘરે જતી રહી હતી અને મહિલાએ મેટ્રોપોલિટન કોર્ટમાં ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો હતો. પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી હતી.

પતિએ ભરણ પોષણ આપવા માટે મનાઈ કરી - આ કેસને પગલાને લઈને પતિને ઇન્ડિયા બોલાવવામાં આવ્યો હતો અને જ્યાં, પતિએ કોર્ટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે તેની પત્ની પોતાની મરજીથી તેના મામાના ઘરે ગઈ હતી અને ભરણ પોષણ આપવા માટે મનાઈ કરી હતી. પતિ એવી દલીલ કરી હતી કે તેની જે પત્ની છે તે શાસક પક્ષના નેતાઓ સાથે જોવા મળે છે અને તેના થકી તેમને ખૂબ જ સારી આવક મળે છે.

બળજબરીપૂર્વક તેને કાઢી મૂકવામાં આવી - સમગ્ર આક્ષેપને લઈને પતિ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે પતિએ તેની પત્નીના જન્મદિવસ પર સ્થાનિક સભ્ય સાથે તેનો ફોટો મૂક્યો હતો. જેને લઈને તેના પતિ દ્વારા તેના પર અનૈતિક જીવન જીવવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. બાળકીને જન્મ આપ્યો હતો જેને લઇને તેના સાસરીયા તેના ઉપર અત્યાચાર કરતા હતા અને ઘરમાંથી બળજબરીપૂર્વક પણ તેને કાઢી મૂકવામાં આવી હતી કારણ કે સાસરીયાઓને છોકરો જોઈતો હતો.

આ પણ વાંચોઃ આઇશાના આત્મહત્યા કેસ: પોલીસે રિમાન્ડ ન માંગતા આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા મેટ્રો કોર્ટનો આદેશ

પત્નીની રાજકારણીઓ સાથે તસવીરો - આ બધા અત્યાચારના લઈને તેણે ફેબ્રુઆરીમાં મેટ્રોપોલિટન કોર્ટમાં અરજી કરતા કોર્ટે પતિને મહિલા અને બાળકના ભરપોષણ માટે રૂપિયા 10,000 ચૂકવવાનો આદેશ આપ્યો હતો. તેથી પતિએ ટ્રાયલકોટના આ નિર્ણયને સેશન્સ કોર્ટમાં પડકાર કર્યો હતો. ત્યાં એને રજૂઆત કરી હતી કે તેની પત્ની રાજકારણીઓ સાથે તસવીરો લે છે સંબંધ ધરાવે છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે તેથી તેના અનૈતિક સંબંધો હોવાનું આરોપ લગાવ્યો હતો.

કોર્ટનો એવી માનસિકતા ધરાવતા લોકોને ઠપકો - સેશન્સ કોટે પતિના આ દાવાને ફગાવી દીધો છે અને પતિને ટકોર કરતા કહ્યું છે કે આવી બાબત કોઈ પણ પત્નીના ચારિત્ર પર શંકા કરવાનું કારણ બની શકે નહીં. કોર્ટે ટકોર કરતા પોતાનામાં આદેશમાં પણ નોંધ્યું છે કે કોર્ટે એવી માનસિકતા ધરાવતા લોકોને ઠપકો આપ્યો છે કે જેઓ રાજકારણ અને સોશિયલ મીડિયામાં સક્રિય મહિલાઓને સારી નથી માનતા અને તેમના ચારિત્ર્ય પર શંકા કરે તે બાબત તદન ખોટી છે.

આ પણ વાંચોઃ CGST ટીમે અમદાવાદમાં રેડ કરી રૂપિયા 2,435 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપ્યું, એકની ધરપકડ

પત્નીને બાળકીને ભરણ પોષણ આપવા આદેશ - સેશન્સ કોર્ટ એવું પણ કહ્યું હતું કે જે લોકો સોશિયલ મીડિયા ઉપર સક્રિય છે અને રાજકીય પક્ષોના રાજકારણીઓ સાથે સંકળાયેલા છે. શું તેઓ માણસો નથી તેઓ સામાજિક કાર્યમાં સક્રિય મહિલાઓને આવી રીતના ફોટા શેર કરવાથી કોઈપણ ચારિત્ર ઉપર શંકા કરી શકાય નહીં. આજના સમયમાં આવા લોકોએ તેમની માનસિકતા બદલવાની જરૂર છે. આ સાથે જ કોટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો છે તેમજ પત્નીને બાળકીને દસ હજાર રૂપિયા ભરણ પોષણ પેટે તરીકે ચૂકવવા માટે પણ આદેશ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.