અમદાવાદઃ વિશ્વમાં કોરોનાની ત્રીજી લહેર હાહાકાર (Corona transition into the world)મચાવી રહી છે. વિકસિત દેશોમાં પણ લાખોની સંખ્યામાં કેસો નોંધાઈ રહ્યા છે અને હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામી રહ્યા છે. ભારતમાં વેક્સિનને લઈને અત્યારે સ્થિતિ કાબુમાં છે. પરંતુ ભારતમાં પણ આગામી સમયમાં ત્રીજી લહેર આવવાની શક્યતા વિશેષજ્ઞો(third wave of corana in India) વ્યક્ત કરી ચૂક્યા છે. તરુણાવસ્થાના બાળકોને વેક્સિનનું કવચ મળી રહે તેની ઘોષણા વડાપ્રધાને કરી છે. આ વેક્સિન બાળકો પર કેટલી અસરકારક (Corona vaccination for children )પુરવાર થશે તેને લઈને અમદાવાદના પ્રસિદ્ધ ડૉક્ટર પ્રવિણ ગર્ગ સાથે ETV Bharat સાથે ખાસ વાત કરી હતી.
1. બાળકો પર કોરોનાની અસર થઈ નથી તો બાળકોને વેકસીનની શું જરૂર પડી ?
કોરોના વાયરસ બે વર્ષથી સતત પોતાનું (Corona transition in India)સ્વરૂપ બદલી રહ્યો છે. સ્પાઈક પ્રોટીન પર તેનું મ્યુટેશન થઈ રહ્યું છે. અમેરિકામાં 75 લાખ જેટલા બાળકોને આ વાયરસ લાગુ પડ્યો છે. આ ફક્ત મોટાની બીમારી છે, તેવુ માનવું તે અતિ આત્મવિશ્વાસ છે. તેની સામે લડવાનું એક જ હથિયાર છે અને તે છે વેકસીન. ભારતમાં 70 ટકા વસ્તીને વેક્સિનેશન થઈ ચૂક્યું છે. એડોલસન્ટ ગ્રુપમાં બાળકોને રક્ષણની જરૂર હતી. કોરોના કાળમાં બે વર્ષથી શાળા-કોલેજો બંધ હતી, જેથી શિક્ષણ પ્રભાવિત થયુ હતું. પરંતુ શિક્ષણ સંસ્થાઓ શરૂ થતાં બાળકો એકબીજાના સંપર્કમાં આવવા માંડ્યા છે. તેઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. આથી તેમની ઉપર વેક્સિનનો એક ડોઝ કારગર સાબિત થઈ શકે છે. કોરોના હતો, કોરોના છે અને આગામી વર્ષોમાં પણ રહેશે, આથી વેક્સિનની સાથે કોવિડ એપ્રોપીએટ બિહેવિયર જ આપણને કોરોનાથી બચાવશે.
2. શું નવો વેરીએન્ટ બાળકોની ઇમ્યુનિટીને તોડી શકે છે ?
કોરોના તેનું સ્વરૂપ બદલી રહ્યો છે. સ્પાઈક પ્રોટીનમાં તેણે 30 થી 40 મ્યુટેન્ટ બનાવ્યા છે. બીજી લહેરમાં બાળકોને ઇન્ફેક્શન ઓછું હતું. પણ બાળકોની ઇમ્યુનિટી તેમને કોરોનાથી પ્રોટેક્શન આપશે જ તેવું કહી શકાય નહીં. દરેક વ્યક્તિની ઇમ્યુનિતી અલગ-અલગ હોય છે. 15 થી 18 વર્ષના એજ ગ્રુપને બે થી ત્રણ મહિનામાં રસીનો પહેલો ડોઝ આપી દેવાય તે જરૂરી છે.
3. બાળકો માટે કોવેકસીનની જ પસંદગી કેમ કરાઈ ?
કોઈપણ વેક્સિન આપતા પહેલા તેની ક્રિટિકલ ટ્રાયલ કમિટી અને DCGI તેનો સ્ટ્રીક ટ્રાયલ કરાય છે, ત્યારબાદ તેને મંજૂરી અપાય છે. કોવેકસીન અને ઝાયડસની રસીની બાળકો પર ટ્રાયલ થઈ છે. આ બંને રસીઓના ટ્રાયલમાં કોઈ મેજર સાઇડ ઇફેક્ટ જોવા મળ્યા નથી અને તેનો સક્સેસ રેશિયો વધુ છે. આથી આ એજ ગ્રુપમાં એક સારૂ પરિણામ લાવી શકે છે. આવનારા સમયમાં 7-8 વેક્સિન બાળકો માટે ઉપલબ્ધ થશે.
4. 15 થી ઓછા વર્ષના બાળકો માટે ક્યારે વેકસીન ઉપલબ્ધ થશે ?
માસ લેવલ ઉપર ઇમ્યુનાઇઝેશન જરૂરી છે. એક મહિના બાદ 12 થી 15 વર્ષના એજ ગ્રૂપ માટે પણ વેક્સિનેશનની જાહેરાત થઈ શકે છે .12 થી 18 વર્ષની ઉંમરનું ગ્રુપ એટલે ધોરણ 05 થી 10 ના બાળકોનું પ્રોટેક્શન થઈ જશે. કેટલીક કંપનીઓએ 01 થી 12 વર્ષના બાળકો પર પણ વેક્સિનનો ટ્રાયલ શરૂ કરી દીધું છે. એના રીઝલ્ટ પ્રમાણે ત્રણથી ચાર વર્ષના બાળકોને પણ વેક્સિનેશનની મંજૂરી મળશે.
5. બાળકોમાં કોરોનાના વધતા કેસો અટકાવવા શુ કરવું જોઈએ ?
આગામી સમયમાં ફેબ્રુઆરી મહિનાના અંતથી ભારતમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થવાની શક્યતા છે. ત્યારે કોવિડ યોગ્ય વ્યવહારની જરૂર છે. ફેસ માસ્ક, સેનીટાઇઝર અને વેક્સિનેશન જ તેનાથી બચવાનો યોગ્ય ઉપાય છે. ભીડ વાળી જાગ્યો જવાનું ટાળવું જોઈએ. ઇમ્યુનિતી બૂસ્ટર ખોરાક લેવા જોઇએ. કોરોનાના લક્ષણોની જાણ થતાં જ સૌ પ્રથમ RT-PCR ટેસ્ટ કરાવવો જોઇએ. જાતે ઉપાયો ન કરતા ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. લક્ષણો જણાતા વૃદ્ધોના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ.
આ પણ વાંચોઃ Anand Child abuse case 2021 : ૬ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરનાર દોષિતને 20 વર્ષની કેદ પડી
આ પણ વાંચોઃ Corona Fear in Students : કોરોના વધતા વાલીઓ સંમતિપત્ર પાછાં લેવા માંડ્યાં, શાળાઓમાં 20થી 35 ટકા હાજરી ઘટી