- રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 860 કોરોનાના કેસ નોંધાયા
- 1128 દર્દીઓએ કોરોનાને આપી માત
- રાજ્યમા કુલ કેસની સંખ્યા 1,73,804 થઇ
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો દોઢ લાખને પાર થઈ ગયો છે. ત્યારે રાજ્યમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 860 કેસ સામે આવ્યા છે. રાજ્યમા આજદિન સુધી કુલ 1,73,804 કેસ થયા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 5 દર્દીનાં મોત નિપજ્યા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પોઝિટિવ કરતા ડિસ્ચાર્જનો આંકડો વધુ છે. આજે 1128 દર્દીને રજા આપવામાં આવી હતી.
જિલ્લા મુજબ આંકડાકીય માહિતી
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન 167 અમદાવાદ કોર્પોરેશન 164, વડોદરા કોર્પોરેશન 80, સુરત 53, રાજકોટ કોર્પોરેશન 49, વડોદરા 37, રાજકોટ 33, મહેસાણા 26, સાબરકાંઠા 22, ગાંધીનગર કોર્પોરેશન 17, ગાંધીનગર 14, ખેડા 14, અમદાવાદ 13, ભરૂચ 12, જુનાગઢ 12, સુરેન્દ્રનગર 11, જામનગર કોર્પોરેશન 11, ગીર સોમનાથ 10, જામનગર 10, જુનાગઢ કોર્પોરેશન 10, મોરબી 10, અમરેલી 9, બનાસકાંઠા 9, આણંદ 8, ભાવનગર કોર્પોરેશન 8, દેવભૂમિ દ્વારકા 7, કચ્છ 7, મહીસાગર 5, પંચમહાલ 5, પાટણ 5, તાપી 5, અરવલ્લી 4, દાહોદ 4, છોટાઉદેપુર 3, ભાવનગર 1, બોટાદ 1, નર્મદા 1, નવસારી 1, પોરબંદર 1, અને વલસાડમાં 1 કેસ સામે આવ્યો છે.
મહાનગરોમાં સૌથી વધુ કેસ
આ ઉપરાં રાજ્યમાં 56 દર્દી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 3724 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 42691 કેસ નોંધાયા છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત આજે એક દિવસ બાદ રાજ્યમાં ફરીથી પહેલા નંબરે કોરોના કેસમાં રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 167 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 53 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 222 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે.