ETV Bharat / state

ધંધુકાની ખાનગી RMS હોસ્પિટલ ખાતે 25 બેડ સાથે કોરોના સારવાર શરૂ - Corona transition

અમદાવાદના ધંધુકા અને ધોલેરા તાલુકામાં કોરોના સંક્રમિતનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જેથી ધંધુકાની સરકારી હોસ્પિટલ ઉપરાંત અન્ય ખાનગી RMS હોસ્પિટલ ધંધુકા ખાતે 25 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે.

corona
ધંધુકાની ખાનગી RMS હોસ્પિટલ ખાતે 25 બેડ સાથે કોરોના સારવાર શરૂ
author img

By

Published : May 2, 2021, 7:12 AM IST

  • ધંધુકામાં કોરોના માટે માત્ર 10 બેડની સુવિધા
  • વધુ બેડની માગ કરતા ખાનગી હોસ્પિટલમાં 25 બેડની સુવિધા ઉભી કરાઈ
  • વેપારીઓ દ્વારા 2મે થી 9મે સુધી લોકડાઉન

અમદાવાદ: કોરોનાની બીજી લહેરમાં શહેરો સાથે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમિત દર્દીઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો દ્વારા સ્વૈચ્છીક લોકડાઉન આપી ગ્રામજનોની રક્ષા કરી રહ્યા છે. ધંધુકા તાલુકા મથકે વેપારી મહામંડળ દ્વારા 2 મેથી 9 મે સુધી સંપૂર્ણ લોક ડાઉન આપવામાં આવ્યું છે.

માત્ર 10 બેડની સુવિધા

ધંધુકામાં સૌપ્રથમ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના માટે માત્ર 10ની બેડની સુવિધા રાજ્ય સરકાર દ્વારા ઉભી કરવામાં આવી હતી. પરંતુ જે પ્રમાણે કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે તે પ્રમાણે આ સુવિધા અપૂરતી હતી. જેથી રાજ્ય સરકારે ધંધુકાની ખાનગી RMS હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટે 25 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. હવે કોરોના ગ્રસ્ત દર્દીઓને સ્થાનિક સ્તરે જ સારવાર મળી રહી છે.

ધંધુકાની ખાનગી RMS હોસ્પિટલ ખાતે 25 બેડ સાથે કોરોના સારવાર શરૂ

આ પણ વાંચો : રાજય સરકારના ઓર્ડરમાંથી સિરમ ઇન્સ્ટીટ્યુટે 3 લાખ વેક્સિનના ડોઝ ફાળવ્યા

હોસ્પિટલમાં રેમડેસીવીરની અછત

ટ્રસ્ટી ઓધવજીભાઈના જણાવ્યા પ્રમાણે જરૂરિયાતમંદ દર્દીઓને રેમડેસીવીર ઇન્જેક્શન માટે સો કિલોમીટર અંતર કાપી અમદાવાદ જવું પડે છે જેના કારણે આખો દિવસ થઈ જાય છે અને ઘણીવાર દર્દીના પરીજનને ઇન્જેક્શન મળતા પણ નથી તેથી દર્દીના સંબંધી પરેશાન થઈ જાય છે, આવા સંજોગોમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રેમડેસીવીર ઇન્જેક્શન ધંધુકા ખાતે ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવા રજૂઆત કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.