અમદાવાદઃ ઈસનપુર વિસ્તારને મંગળવારના રોજ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યો હતો, પરંતુ રહીશોના કહેવા મુજબ સોસાયટીમાં ફક્ત 15 કેસો છે, તો તેના માટે 5000 લોકોને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે, ત્યારે બુધવારે 10 જેટલી ટીમ જઇને આ સોસાયટીમાં ટેસ્ટિંગ કરતા 12 ઘરોમાં 28 લોકો પોઝિટિવ મળી આવ્યા હતાં.
બીજી તરફ રહીશોએ ટેસ્ટિંગ માટે સહકાર આપવાની ખાત્રી દર્શાવી હતી અને આજે પણ આ ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલુ રહેવાની છે. મહત્વનું છે કે, અમદાવાદમાં કેસોની સંખ્યા ઘટી રહી છે, પરંતુ કોરોના સાવ જતો જ રહ્યો છે, તેવું પણ નથી. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે વિસ્તાર કે સોસાયટીમાં વધુ કેસ આવતા હોય છે, તેને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે.