ETV Bharat / state

કોરોના અસરઃ દક્ષિણ ગુજરાતમાં સુગર કારીગરો કપરી સ્થિતિમાં, હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી

સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાં અન્ય રાજ્યોમાંથી રોજગારી માટે ગુજરાત આવેલા કારીગરોની સ્થિતિ અને લૉકડાઉનને લીધે તેમને થતી હેરાનગતિ મુદ્દે શુક્રવારે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ખાંડના ખેતરમાં ખેડૂતો સાથે કામ કરતા અન્ય રાજ્યોમાંથી આવતા કારીગરોની સ્થિતિ અને સ્વતંત્ર રીતે તેમને ઘરે મોકલવા મુદ્દે રજુઆત કરવામાં આવી હતી.

etv bharat
કોરોના: દક્ષિણ ગુજરાતમાં અટવાયેલા ખાંડના કારીગરોની સ્થિતિ મુદ્દે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરાઈ
author img

By

Published : Apr 18, 2020, 12:06 AM IST

અમદાવાદ: અરજદાર તરફથી હાઇકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, દક્ષિણ ગુજરાતના ચારથી પાંચ જિલ્લામાં આવેલી ખાંડના વ્યવસાય સાથે સંકળાયેલા આશરે 2 લાખ કારીગરો પૈકી મહારાષ્ટ્રથી આવતા 90 હજાર કારીગર અટવાઈ ગયા હોવાની રજૂઆત કરી હતી અને તેમને ગુજરાત બહાર જવા દેવાની પરવાનગી આપવામાં આવતી નથી.

હાઇકોર્ટમાં અરજદાર તરફે રજૂઆત કરવામાં આવી છે કે, ખાંડના વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરોને પગાર ચૂકવવામાં આવ્યાં નથી. આ કારીગરો સરકારના રેકોર્ડ હેઠળ નોંધાયેલા ન હોવાથી તેમને કોઈ સહાય મળતી નથી. જેથી આ રજૂઆત કરવામાં આવી હતી. રાજ્ય સરકાર તરફે કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી કે, સરકાર આ કારીગરીની કઈ રીતે મદદ કરવી એ અંગે નિણર્ય લેશે. કારીગરોની મદદ કરવા માટે સ્થાનિક એનજીઓની પણ સરકાર મદદ લેશે.

ICCSR અને નેશનલ સર્વે પ્રમાણે સુરત શહેરમાં 58 ટકા કારીગરો અન્ય રાજ્યોમાંથી આવે છે. હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, સરકાર સારી ગુણવત્તાવાળું ભોજન, તેમના ઘર અને અન્ય જગ્યાઓને સેનેટાઇઝ કરે. આ મામલે વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.

હાલમાં જ સુરત શહેરમાં હજારો કારીગરો વતન જવા માટે જાહેર માર્ગો પર ઉતરી આવ્યા હતા અને પોલીસ સાથે ઘર્ષણની ઘટના બની હતી. કારીગરોનું કહેવું હતું કે, તેમની પાસે રોજગારી અને આવક નથી, ખાવાની કોઈ વ્યવસ્થા નથી અને તેઓ વતન પરત જવા માંગે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.