અમદાવાદ : પખવાડિયા પહેલા સીટી ગોદામના વિભાગ-2ના મેનેજર અને એક મજુરનો રિપોટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે શનિવારે ગોદામના મુખ્ય કોન્ટ્રાક્ટર અને ગોદામના ગેટકીપર સહિત 6 વ્યકિતનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગોદામમાં કામદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ ઘટનાને લઈને ગોદામમાં કામ કરતા વ્યક્તિઓએ ગોદામમા તંત્ર દ્વારા સેનેટાઈઝ અને દવાના છંટકાવની માંગ કરી હતી. અત્યારે ગોદામમા કામ કરતા કોન્ટ્રાક્ટરોના મજુરો કામ કરવાથી અળગા થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, આ વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનની નજીક આવેલો છે. તેથી કોરોના પોઝિટિવ વ્યક્તિઓ આ વિસ્તારમાં લોકોના સંપર્કમાં આવ્યા હોવાનું બની શકે. જો આ ગોદામમાં કામ કરતા તમામ કર્મચારીઓની તબીબી ચકાસણી કરાય તો વધુ કોરોના સંક્રમિતો વધવાની આશંકા સેવાઇ રહી છે.