ETV Bharat / state

કોરોનાએ શિક્ષક બનીને માનવીની જીવનશૈલી બદલી છે - Corona becoming a teacher

કોરોના વૈશ્વિક મહામારીને કારણે લાગુ પડેલા લોકડાઉનમાં સમાજના ઘણા વર્ગમાં જીવનપરિવર્તન જોવા મળ્યું છે. સતત નોકરી ધંધામાં વ્યસ્ત રહેતા અને સતત જીવનનિર્વાહ માટે બે પાંદડે થવા મથતાં વ્યક્તિઓ લોકડાઉનમાં પોતાના પરિવારજનોની વધુ સમીપ આવ્યા છે. 21મી સદી અને ટોકનોલોજીની સદીને કારણે સંબંધોથી પરસ્પરની લાગણીઓથી વિખૂટી થઇ ગયેલાના આરોપોનું પ્રત્યારોપણ સહન કરતી યુવા પેઢી પોતાના વડીલોની સેવા-શુશ્રુષા કરતી જોવા મળી. બાળકો તેમના દાદા-દાદીથી ફરી વખત વાર્તાઓ સાંભળતા જોવા મળ્યા. આઝાદીના લડવૈયાઓ તેમજ દેશ આઝાદ થવાની યશગાથાઓ પૌત્ર અને પૌત્રીઓને સંભળાવતા જોવા મળ્યા. હવે કહો કોરોના જેવો કોઇ શિક્ષક ખરો...?

Corona has changed human lifestyle
Corona has changed human lifestyle
author img

By

Published : Sep 5, 2020, 7:58 PM IST

Updated : Sep 5, 2020, 10:21 PM IST

અમદાવાદઃ શિક્ષકનું કામ કુમળા છોડનું સિંચન કરીને તેની ડાળ મજબૂત કરી તેને વટવૃક્ષમાં રૂપાંરિત કરવાનું છે. બસ કોરોનાએ પણ કંઇક આવું જ કર્યુ છે. કોરોના વાઇરસે પોતાની તિવ્રતાના કારણે ઘણાય લોકોને ભયભીત તો કર્યાા જ, પરંતુ ઘણાય લોકોને બોધપાઠ પણ શિખવ્યા.

જીવનની દરેક આફતની સામે મજબૂતીપુર્વક લડત આપવા માટે શિક્ષક પોતાના વિદ્યાર્થીને સક્ષમ બનાવે છે. જીવવની કોઇપણ પરિસ્થિતિઓમાં પાછીપાની ન કરીએ. તેનો બહાદૂરીપુર્વકનો સામનો કરીએ તેની પ્રેરણા, તાલીમ અને માર્ગદર્શન શિક્ષક તરફથી મળે છે.

Corona has changed human lifestyle
કોરોનાએ શિક્ષક બનીને માનવીની જીવનશૈલી બદલી છે

5 સપ્ટેમ્બર, 2020 નો આ શિક્ષકદિન આપમેળે જ વિશિષ્ટ છે. કોરોના વૈશ્વિક મહામારી વચ્ચે ઉજવણી થઇ રહેલ શિક્ષકદિનની મહિમાં અપાર છે. કોરોનાએ કહેવામાં તો આખાય વિશ્વને હેરાન – પરેશાન કરી નાખ્યો છો. વિશ્વ ત્રાહીમામ પોકારી ઉઠ્યુ છે, પરંતુ સમાજનો ઘણો વર્ગ એવો પણ છે જેને કોરોનાએ બોધ પાઠ ભણાવ્યા છે. ઘણાયની જીવન જીવવાની શૈલી બદલી નાંખી જ્યારે ઘણાયનો જીંદગી માટેનો અભિગમ.

ગ્લોબલ વોર્મિગના કારણે ઓઝોન લેયરમાં પડેલા ગાબડામાં સુધારો થતો જોવા મળ્યો, જેના કારણે માનવસૃષ્ટિને સ્વચ્છ ઓક્સિજન પહોંચતું થયું. આ સ્વચ્છ ઓક્સિજનની ઉપયોગીતા સમજીને લોકો કુદરતી સંસાધનોની વધુ નજીક આવ્યા છે. કુદરતી સંસાધાનનો બચાવ કરવા તરફ પ્રેરાયા છે.

ભારતીય સંસ્કૃતિમાં હંમેશાથી જ આયુર્વેદનું મહત્વ રહ્યુ છે. આપણા વડવાઓ નજીવી તકલીફથી લઇ વાઢકાપ સુધીની સારવાર આયુર્વેદિક યુનાની પદ્ધતિ દ્વારા ઘરે જ કરી લેતા હતા. પરંતુ 21મી સદીને ટેકનોલોજીની સદી માનતા અને મશીનોની જેમ દિવસ રાત કામ કરતા સમાજનો ઘણો વર્ગ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ઉદાસીનતા દાખવતું હતુ.

પોતાના સ્વાસ્થ્યને પણ નેવે મૂકીને બિમારીમાં ઝડપભેર સાજા થઇ ફરી કામે લાગવાની મંશા રાખી નાની-નાની તકલીફોમાં પણ એલોપેથી દવાઓનું સેવન કરતા જોવા મળતા જે આદતોમાં પણ સુધારો થતો જોવા મળ્યો છે. લોકો કોરોનાની મહામારીમાં આયુર્વેદનું મહત્વ સમજ્યા છે. કોરોનાએ બાહ્ય દેખાવો કરીને મજબૂતીનો ડોળ કરવા સિવાય શરીરના અંદર રહેલી રોગપ્રતિકારક શક્તિ વધારવા તરફ લોકોને પ્રેરયા છે.

એક શિક્ષક આફતને અવસરમાં કેવી રીતે પલટવી તેનું અક્ષરજ્ઞાન પોતાના વિધાર્થીઓને જરૂરથી આપે છે, તેવું જ કોરોના નામના શિક્ષકે પણ કર્યુ છે. ઘણી વસ્તુઓમાં જ્યાં આપણે વિદેશી આયાતો પર જ નિર્ભર હતા, કોરોના મહામારી વચ્ચે લોકડાઉનની વિકટ પરિસ્થિતિઓમાં આત્મનિર્ભર બનીને તે તમામ વસ્તુઓ જેવી કે PPE કીટ, N-95 માસ્ક, જેવી અઢળક વસતુઓમાં આપણે ભારતવાસીઓએ આત્મનિર્ભર બનીને કોરોના નામની આફતને પણ અવસરમાં પરીણમી છે.

યુવાનોમાં તેમજ શહેરી વર્ગમાં જ્યા ફાસ્ટ ફુડનું ચલણ વધું જોવા મળે છે ત્યાં કોરોના નામના શિક્ષકે આ વર્ગને જંક ફૂડ વગર પણ જીવી શકાય છે તે શિખવ્યુ છે. કોરોનાકાળમાં લોકડાઉનના જ્યારે આ તમામ જંક ફુડની દુકાનો બંધ રહેવા પામી હતી. ત્યારે ગૃહભોજન શ્રેષ્ઠ ભોજનના મંત્રને ગૃહિણીઓએ અપનાવ્યો, પુરુ઼ષો પણ રસોડામાં અવનવી વાનગીઓ પર પોતાનો હાથ અજમાવતા જોવા મળ્યા. આજે આ તમામ વર્ગ દેશી ભોજનની મહત્તા સમજ્યા છે. શરીર માટે ફાયદાકારક ભોજનનું સેવન કરતા થયા છે.

હવે કહો કે કોરોના એ શ્રેષ્ઠ શિક્ષક બન્યો કે નહીં?

- ભરત પંચાલ, બ્યુરો ચીફ, ઈટીવી ભારત અમદાવાદ

Last Updated : Sep 5, 2020, 10:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.