અમદાવાદ : કોરોના નામનો રાક્ષસ ફરી એકવાર સમગ્ર દેશમાં આકાર મચાવી રહ્યો છે, ત્યારે ગુજરાતની અંદર પણ દૈનિક 341 જેટલા કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 137 જેટલા કેસ નોંધાયા છે ત્યારે બીજી બાજુ દેશભરમાં IPL ક્રિકેટ મેચનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં પણ દર્શકો હાજર રહી રહ્યા છે તે ફરી એકવાર કોરોના કેસ વધતી દેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર લાગ્યું કોરોના ગાઈડનું બોર્ડ : અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમની ગણના થાય છે જેમાં અંદાજિત એક લાખથી પણ વધુ દર્શકો એક સાથે બેસીને મેચ નિહાળી શકે છે. ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર કોરોના ગાઈડનું પાલન કરવાનું સૂચના દર્શાવતું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં દૈનિક કોરોના ટેસ્ટમાં વધારો જોવા મળી રહ્યો છે જેને આજની મેચમાં કોરોનાના ગાઈડલાઈનનું પાલન થાય તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે.
આ પણ વાંચો : Virat Kohli Avoid Handshake : કોહલીએ દાદાને બતાવ્યા તેવર, જાણો પછી શું થયું
દૈનિક 100 વધુ કેસ નોંધાય છે : કોરોના કેસ રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં જોવા મળી રહ્યા છે, ત્યારે બીજી બાજુ અમદાવાદ શહેરમાં પણ ipl ક્રિકેટ મેચનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે કોરોના લક્ષણો ધરાવતા કોઈ દર્શક સ્ટેડિયમમાં પ્રવેશે તો કોરોનાનો રાફોડો ફાટી નીકળે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે. જેના કારણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર કોરોના ગાઇડલાઇનનું પણ બોર્ડ લગાવવામાં આવ્યું છે. જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું ત્રણ ફૂટનું અંતર જાળવવું, માસ્કનો ઉપયોગ કરવો અને સેનિટાઇઝનો ઉપયોગ કરવાની સૂચનાઓ ધરાવતું બોર્ડ લગાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Jasprit Bumrah : જો બુમરાહ ટીમમાં પરત ફરશે તો, આ ખેલાડીની પીઠની થશે સર્જરી
આજે ગુજરાત ટાઇન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ : આજે TATA IPL 2023ની 23મી મેચ ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે સાંજે 7:30 કલાકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રમાશે. આ બંને ટીમ વર્તમાન સિઝનની સૌથી મજબૂત ટીમ જોવા મળી રહી છે.જેમાં બન્ને ટીમ 4 મેચ રમી છે. બંન્ને 3 મેચ જીતી છે. જ્યારે 1 મેચમાં હરનો સામનો કરવો પડી રહ્યો છે. આજ જે ટીમ વિજય મેળવશે તે પોઇન્ટ ટેબલ પર પ્રથમ સ્થાન પર પહોંચ છે.