ETV Bharat / state

Ahmedabad Corona Case: અમદાવાદમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 800ને પાર - Corona Case

અમદાવાદ શહેરમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 114 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સાથે જ એક્ટિવ કેસનો આંકડો 887 પર પહોંચ્યો છે. ત્યારે બીજી બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૈનિક 1500થી પણ વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

અમદાવાદ શહેરમાં
અમદાવાદ શહેરમાં
author img

By

Published : Mar 28, 2023, 4:17 PM IST

Updated : Mar 28, 2023, 4:29 PM IST

અમદાવાદ: રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ રાજ્યના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં હાલ 887 જેટલા એક્ટિવ કેસો જોવા મળી રહ્યા છે. જેમાં તમામ કેસ 18 વર્ષથી ઉપરના હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ PHC અને CSC કેન્દ્ર તેમજ AMC હસ્તક આવેલ હોસ્પિટલોમાં કોરોના ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

ડેન્ગ્યુના કેસ યથાવત: શહેરમાં ડેન્ગ્યુના કેસ હજુ પણ સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 24 કેસ નોંધાઈ ચૂક્યા છે. આ ઉપરાંત અન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના 5, ઝેરી મેલેરિયાનો 1, ચિકનગુનિયાના 21 કેસ નોંધાયો છે.જ્યારે 71,570 જેટલા લોહીના નમુનાઓની તપાસ કરવામાં આવી છે. જ્યારે 2210 જેટલા સીરમ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: H3N2 ફ્લૂથી બચવા શું કરવું અને આ વાઈરસ કેટલો ખતરનાક છે, જાણો

"અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગઈકાલે 114 કોરોના કેસ નોંધાયા હતા. જેમાં હાલમાં 887 જેટલા કોરોના એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે. જ્યારે હાલમાં કોરોના કેસ વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને દૈનિક 1500 સુધી પણ વધુ ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ કોર્પોરેશન હસ્તક આવેલ તમામ PHC અને CSC કેન્દ્ર તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવેલી હોસ્પિટલોમાં ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. જે પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ જણાય તો ઘરે કરીને સારવાર કરવામાં આવી રહી છે." - ભાવિન સોલંકી, AMC હેલ્થ અધિકારી

આ પણ વાંચો: H3N2 Virus: શહેરના CHC અને PHC કેન્દ્રોમાં હવે રોજના 500 નહીં પણ 1,000 કોરોનાના ટેસ્ટ કરાશે

ટાઈફોઈડના કેસમાં ભારે વધારો: શહેરમાં પાણીજન્ય કિસમાં વધારો જોવા મળી રહ્યો છે. 25 માર્ચ સુધી ઝાડા ઉલટીના 396 કેસ કમળાના 107 કેસ ટાઈફોઈડના 300 કેસ અને કોલેરાના બે કેસ નોંધ્યા છે જેમાં 12,861 જેટલા ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા છે આ ઉપરાંત બેક્ટેરિયાલોજિકલ તપાસ માટે 3062 જેટલા પાણીના નમુના લેવામાં આવ્યા હતા જેમાંથી 40 જેટલા પાણીના સેમ્પલ આવ્યા છે.

Last Updated : Mar 28, 2023, 4:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.