ETV Bharat / state

અમિત શાહ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ ટિપ્પણી, તપાસ માટે સાઇબર ક્રાઈમમાં અરજી - નરેન્દ્ર મોદી વિચાર મંચ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કોરોના બીમારીને લીધે હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે, ત્યારે તેમના વિશે સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલી વિવાદાસ્પદ પોસ્ટની તપાસ માટે અમદાવાદ સાઇબર ક્રાઈમ સેલમાં અરજી દાખલ કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી વિચાર મંચ દ્વારા સાઇબર ક્રાઈમ સેલમાં અરજી દાખલ કરવામાં આવી છે.

amit shah
અમિત શાહ
author img

By

Published : Aug 8, 2020, 11:29 AM IST

Updated : Aug 8, 2020, 12:12 PM IST

અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી વિચાર મંચ તરફથી અમદાવાદ સાઇબર ક્રાઈમ સેલમાં અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ફેસબૂક પર ભાવેશ પાટીદાર નામના એકાઉન્ટ પરથી ગૃહ પ્રધાન અમિત શાહ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી છે.

અમિત શાહને જ્યારે કોરોના થયો હતો, ત્યારે તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને સોશિયલ મીડિયામાં અમિત શાહને હાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપતો ફોટો વાઇરલ કરવામાં આવ્યો હતો. સાઇબર ક્રાઈમ સેલમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અમિત શાહ વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી તેની તપાસ કરવામાં આવે અને જો ખરેખર તપાસમાં કોઈ સામે આવે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે.

Controversial comment on social media against Amit Shah
અમિત શાહ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ ટિપ્પણીની તપાસ માટે સાઇબર ક્રાઈમ સેલમાં અરજી

સાઇબર ક્રાઈમ સેલમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, આ પ્રકારની પોસ્ટથી સમાજ ગેરમાર્ગે દોરાય છે અને અરાજકતા ફેલાઈ શકે છે. આ મુદ્દે વાતચીત કરતા નરેન્દ્ર મોદી વિચાર મંચના કાયદાકીય સલાહકાર અને ગુજરાત હાઇકોર્ટના વકીલના પિયુષ બસેરીએ જણાવ્યું હતું કે, આ પ્રકારની વિગતની મંચના પ્રમુખ ચેહરભાઈ દેસાઈએ જાણ કરતા અમે શાહીબાગ ડફનાળા સાથે આવેલા અમદાવાદ સાયબર સેલમાં અરજી દાખલ કરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન પદના વ્યક્તિ માટે આ પ્રકારની ટિપ્પણી ખૂબ જ નિમ્ન સ્તરની છે અને તેની સામે તપાસ થવી જોઇએ.

અમિત શાહ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ ટિપ્પણી, તપાસ માટે સાઇબર ક્રાઈમમાં અરજી

નોંધનીય છે કે, થોડાક સમય પહેલા પણ સોશિયલ મીડિયામાં અમિત શાહ વિરુદ્ધ ખોટી અફવા ફેલાવવામાં આવી હતી. જેની સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચાર જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. ચારેય આરોપીઓએ મળીને અમિત શાહને કેન્સર છે, તેવી ખોટી માહિતી સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી.

Last Updated : Aug 8, 2020, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.