ગુજરાતના હવે કોઈ સફાઇકર્મીને ગટર સાફ કરવા ગટરમાં નહીં ઉતારવામાં આવે એવી રાજ્ય સરકારની હાઇકોર્ટ સમક્ષની બાંયધરી અને પરિપત્ર હોવા છતા. 21મી ઓકટોબરે અમદાવાદના વિશાલા સર્કલ પાસે પાણીની ચેમ્બરમા પડતા બે મજૂરોના મોત થયા હતા.
આ ઘટના હાઇકોર્ટ માંરજૂ કરાઇ હતી. હાઇકોર્ટે દ્વારા આ વિશે સરકારને વળતર આપવા સહિત જવાબ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો હતી. જેના સંદર્ભે રાજ્ય સરકારે હાઇકોર્ટે સમક્ષ જવાબ રજૂ કરતાં જણાવ્યું હતું કે, પાણીની ચેમ્બરમાં પડતા મજૂરોના મોતની ઘટના બની હોવાથી મેન્યુઅલ સ્કેવેંજિગ એક્ટ લાગુ થતો નથી તથા આ મુદ્દે એફ.આઈ. આર. નોંધવામાં આવેલી છે.