ETV Bharat / state

Congresss Allegation: FRCના નિયમનું ઉલ્લંધન કરી મસમોટી ફી વસૂલવાનો કોંગ્રેસનો આરોપ - FRCના નિયમનું ઉલ્લંધન

કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગુજરાતની મેડિકલ કોલેજમાં એફઆરસી મુજબ નક્કી કરવામાં આવેલી ફી વસુલવામાં આવતી નથી. વિદ્યાર્થીઓ પાસે વાર્ષિક એક કરોડથી પણ વધારે મેડિકલની ફી વસુલી વિદ્યાર્થીઓ પાસેથી શોષણ કરવામાં આવી રહ્યું છે.

Congresss Allegation
Congresss Allegation
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 21, 2023, 1:54 PM IST

પ્રાઇવેટ સેક્ટર દ્વારા ઉઘાડી લૂંટ - કોંગ્રેસ પ્રવક્તા

અમદાવાદઃ રાજ્યની અંદર મેડિકલ સ્ટુડન્ટ વધારેમાં વધારે મેડિકલ સીટો પ્રાપ્ત થાય તે માટે સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવતા હોય છે. પરંતુ મેડિકલની ફીનું ધોરણ વધારે હોવાને કારણે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરી શકતા નથી. જેના લઈને સરકાર દ્વારા એક FRCની રચના કરવામાં આવી હતી. જે મુજબ સમગ્ર ગુજરાતની અંદર સમાન મેડિકલનું ફી ધોરણ રહે, પરંતુ હજુ સુધી ક્યાંક ને ક્યાંક FRCના નિયમનું ઉલ્લંઘન થતું હોય તેવું સામે આવી રહ્યું છે.

'ગુજરાત સરકાર એક બાજુ પોતાના કામોની વાહવાહી કરવામાં જોવા મળી રહી છે ત્યારે બીજી બાજુ ડોક્ટરનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી ખૂબ મોટી ફી વસૂલવામાં આવી રહી છે. સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ફી કરતાં પણ વધારે ફી વસૂલાઈ રહી છે.' - પાર્થિવરાજ કઠવાડિયા, કોંગ્રેસ પ્રવક્તા

FRC નિયમોનું ઉલ્લંઘન: કરમસદની મેડિકલ કોલેજમાં એક વર્ષની 40 લાખ રૂપિયા ફી લેવામાં આવી રહી છે. જેની 3 વર્ષે 1 કરોડ 20 લાખ જેટલી ફી થાય છે. આ ઉપરાંત દાહોદની અંદર ગુજરાતના જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઉભેલ થયેલ મેડિકલ કોલેજમાં પણ અલગ અલગ કોર્ષની અલગ અલગ ફી ઉઘરાવવામાં આવી રહી છે. જેમાં સામાન્ય ફી 27 લાખ રૂપિયા ઉઘરાવવામાં આવી રહી છે. આ ઉપરાંત ઓર્થોપેડિક કોર્ષની 25 લાખ રૂપિયા ઉઘરાવવામાં આવી રહી છે. પારુલ મેડિકલ કોલેજમાં પણ 44 લાખ રૂપિયા જેટલી ફી વસૂલવામાં આવે છે. ગુજરાતની ઘણી મેડિકલ કોલેજ દ્વારા FRC નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.

પ્રાઇવેટ સેક્ટર દ્વારા ઉઘાડી લૂંટ: ગુજરાત સરકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જ તૈયાર કરવા મેડિકલ કોલેજોમાં પ્રાઇવેટ સેક્ટર દ્વારા ખૂબ જ ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે. આવા મુદ્દે ગુજરાત સરકાર દ્વારા મેડિકલ કોર્ષની સીટ વધારવી જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડનગરમાં પણ એક પણ મેડિકલ પીજી કોર્ષ જોવા મળી રહ્યો નથી તો ત્યાં પણ મેડિકલ કોલેજની અંદર પીજી કોર્ષ શરૂ કરવામાં આવે જેથી તેના વિદ્યાર્થીઓને ત્યાં જ મેડિકલનો અભ્યાસ પ્રાપ્ત થઈ શકે.

મેડિકલ કોલેજની ફી સમાન કરવા માંગ: અમદાવાદ અને સુરતની મેડિકલ કોલેજમાં પણ ખૂબ મોટી ફી વસૂલવામાં આવી રહી છે. અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં કોર્પોરેશન હસ્તક આવેલી હોવા છતાં પણ 8 લાખ રૂપિયા વસૂલવામાં આવે છે જ્યારે સુરતની મેડિકલ કોલેજની અંદર 16 લાખ જેટલી આવી રહી છે. સાથે સમગ્ર રાજ્યમાં મેડિકલ કોલેજની ફી સમાન કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.

  1. Doctors Bond Policy: ગામડામાં જવા રાજી નથી ડોક્ટરો, છેલ્લા 3 વર્ષમાં 1856 ડોક્ટરોએ કર્યું બોન્ડનું ઉલ્લંઘન, ડોક્ટરો પાસે 24.91 કરોડ વસુલ કરવાના બાકી
  2. AYUSH Visa : આયુષ વિઝા લોન્ચ થશે, BAMS ડોક્ટર વિદેશમાં સારવાર કરશે, વિદેશીઓ ભારતમાં સારવાર મેળવી શકશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.