અમદાવાદ : કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ રાજ્યમાં ચાલી રહેલા અનામત આંદોલન પર જવાબ આપતા જણાવ્યું કે ગુજરાતમાં ભાજપની અનામત વિરોધી માનસિકતા બહાર આવી છે. ભાજપ અને RSSનો વર્ષોથી એજન્ડા રહ્યો છે કે અનામત કઈ રીતે ખતમ કરવામાં આવે. ભાજપ અને RSS વિચારધારા પણ સમાજના ગરીબ અને પછાત વર્ગ ઓબીસી, એસસી, એસટી, વિરોધી અને મનુવાદી રહી છે. વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ પક્ષે ક્યારે જાતિ, ધર્મ અને વર્ગના નામે રાજનીતિ કરી નથી. જ્યારે કોઈ પણ વર્ગની સાથે અન્યાય થયો છે, ત્યારે પક્ષ તેમની સાથે ઉભો રહ્યો છે.
રાજ્યમાં અનામતની જંગ વચ્ચે કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહાર - અમદાવાદ
રાજ્યની વર્તમાન સ્થિતિ જે રીતે બગડી રહી છે. જેમાં અનામત આંદોલન ધીમે ધીમે વેગ પકડી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ પક્ષે સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે સરકાર પોતાના જ માણસોને સમાજમાં સમજાવવા માટે મોકલે છે. જ્યારે તે જ માણસોએ થકી અનામત આંદોલનના મહત્વના સાક્ષી રહેલાં છે, ત્યારે સરકારની બેવડી નીતિ સામે સવાલો ઉઠાવ્યા હતાં.