અમદાવાદ : ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ બેરોજગારીની સમસ્યા નવી વાત નથી. રાજ્ય સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું હતુ કે 4,50,000 યુવાનો ગુજરાતમાં શિક્ષિત બેરોજગાર છે, પરંતુ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકારને ઘેરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં 30 લાખ શિક્ષિત યુવાનો બેરોજગાર છે. ફક્ત અને ફક્ત ભાજપના મળતીયાઓ સરકારી નોકરીઓમાં કૌભાંડ કરીને રોજગાર મેળવે છે.
વધુમાં તેેઓએ રોજગારી સર્જનમાં વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટના એમઓયુ પણ નિષ્ફળ નીવડ્યા હોવાનું જણાવ્યું હતું. જો કે સરકારે ખુદ વિધાનસભામાં બેરોજગારીના આંકડા સ્વીકાર્યા હોવાથી તે બેકફૂટ પાર આવી ગઈ છે. જયારે કોંગ્રેસ ગેલમાં છે. આવનારા સમયમાં આવા અનેક મુદ્દે વિધાનસભાના ગૃહમાં તેમજ બહાર પણ વિરોધપક્ષ શાસક પક્ષને ઘેરવાનો એક પણ મોકો જવા દેશે નહિ તે નક્કી છે.