ETV Bharat / state

Congress Protest: AMCમાં શાસક પક્ષના અઢી વર્ષની નિષ્ફળ કામગીરીને લઈને કોંગ્રેસનો વિરોધ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તા પક્ષની અઢી વર્ષની ટર્મ પૂરી થઈ રહી છે. ત્યારે વિપક્ષ કોંગ્રેસે એલિસ બ્રિજથી લઈ દાણાપીઠ સુધી પદયાત્રા દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે સત્તા પક્ષની નિષ્ફળ કામગીરીને લઈને અમદાવાદ શહેરના મેયરને આવેદન આપ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 6, 2023, 6:40 PM IST

Updated : Sep 6, 2023, 6:53 PM IST

સત્તા પક્ષની નિષ્ફળ કામગીરીને લઈને વિપક્ષનો વિરોધ

અમદાવાદ: ગુજરાતી સૌથી મોટી મહાનગરપાલિકા તરીકે અમદાવાદની ઓળખવામાં આવે છે ત્યારે અઢી વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અનેક વિકાસના કામોની મંજૂરી તો આપવામાં આવી હતી. પરંતુ અનેક એવા પણ કામ હતા જે વિવાદાસ્પદ રહ્યા હતા. રોડ પ્રોજેક્ટ, બ્રિજ પ્રોજેક્ટ, ડ્રેનેજ પ્રોજેક્ટમાં વિવાદ જોવા મળ્યો હતો. ત્યારે આ નિષ્ફળતાને લઈને સત્તા પક્ષની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષ કોંગ્રેસ દ્વારા શહેરના મેયર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી આવેદન આપ્યું હતું.

'ભારતીય જનતા પાર્ટીના અઢી વર્ષની પહેલી ટર્મ શનિવારના રોજ પૂર્ણ થઈ રહી છે. આ શાસન અમદાવાદ શહેરની જનતા માટે કાળું સાબિત થયું છે. જનતાને ટેક્સના નામે લુંટવામાં આવી છે. ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. કોરોના જેવા કપરા સમયમાં પણ અમદાવાદ શહેરના લોકોને વેન્ટિલેટર માટે ભટકવું પડ્યું હતું. અમદાવાદ શહેરમાં તૈયાર થતા બ્રિજ પણ ગણતરીના વર્ષોની અંદર તૂટી જાય છે. આનાથી મોટું કૌભાંડ રાજ્યના કોઈ શહેરમાં જોવા મળતું નથી.'- શહેઝાદ ખાન પઠાણ, વિપક્ષ નેતા

હાટકેશ્વર બ્રિજ કૌભાંડ: AMC દ્વારા હાટકેશ્વર બ્રિજ 40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો. આ બ્રિજનું કામ 2015થી 2017 સુધી ચાલુ હતું અને ત્યારબાદ બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પરંતુ ચોંકાવનારી વાત એ સામે આવી હતી કે સાત વર્ષની અંદર જ આ બ્રિજને પાંચ વખત રીપેર કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી. ત્યારબાદ સામે આવ્યું હતું કે આ બ્રિજની અંદર તમામ પ્રકારનું મટીરીયલ હલકી ગુણવત્તાનું વાપરવામાં આવ્યું છે. જેને લઈને અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ અન્ય એક પ્રાઇવેટ કંપની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આઠ જેટલા એન્જિનિયર સામે તપાસ હાથ ધરવામાં આવી છે.

વિપક્ષનો વિરોધ
વિપક્ષનો વિરોધ

રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય: ચોમાસા દરમિયાન જ પડતાં ભુવા હવે અમદાવાદ શહેરમાં બારેમાસ પડવાની સમસ્યા વધી રહી છે. અમદાવાદમાં માત્ર ચોમાસાની સિઝનની અંદર જ 90થી પણ વધારે ભુવા પડ્યા હતા, જેને કારણે શહેરની જનતા ભારે પરેશાન જોવા મળી હતી. પ્રિ મોનસુન કામગીરીને લઈને કરોડ રૂપિયા બજેટ ફાળવવામાં આવે છે. પરંતુ તેની કામગીરી માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી છે.

AMC ઢોર પકડવામાં નિષ્ફળ: શહેરમાં રખડતા પશુઓનો પણ ત્રાસ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળ્યો છે. જેના કારણે અનેક રાહદારીઓ અકસ્માતનો ભોગ બન્યા છે. હાઇકોર્ટની ફટકાર બાદ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઢોર પકડવામાં સદંતર નિષ્ફળ રહી છે. ઢોર પોલિસી અમલમાં મૂકવામાં આવી છે. પરંતુ તેનો અમલ પણ યોગ્ય પ્રમાણે થતો નથી. તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા.

'અમદાવાદ શહેરના વિકાસના કામ વિપક્ષને દેખાતા નથી. વિપક્ષને માત્ર ફરિયાદ કરવાનું જ કામ કર્યું છે. જમાલપુર વિધાનસભાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ આ રેલીની આગેવાની કરી હતી. પરંતુ તેમની વિધાનસભામાં કરોડો રૂપિયાના કામ કરવામાં આવ્યા છે. તેમની વિધાનસભામાં આવતા લાલ દરવાજા ટર્મિનલને કરોડો રૂપિયાનો ખર્ચ કરીને અલગ કરવામાં આવ્યું છે. વિક્ટોરિયા ગાર્ડન રીડેવલપમેન્ટ, નવા સ્નાનાગાર સહિતના કામ કરવામાં આવ્યા છે. પરંતુ વિપક્ષનું કામ માત્રને માત્ર ફરિયાદ કરવાનું જ છે.' - કિરીટ પરમાર, મેયર, અમદાવાદ

  1. AMC Standing Committee: AMC સ્ટેન્ડિંગ કમિટી માટે 15 કોર્પોરેટરને ફોર્મ ભરવા માટે સૂચના
  2. Ahmedabad Municipal Corporation : વર્તમાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાપક્ષના પેનલમાંથી જનતાને શું મળ્યું ? જુઓ ETV BHARATનો વિશેષ અહેવાલ

Last Updated : Sep 6, 2023, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.