ETV Bharat / state

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાહુલને યાદ આવી દાદી, કહ્યું દાદીએ કહ્યું હતું હિન્દુસ્તાનના માલિક છે આદિવાસી

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રચારનો શુભારંભ (congress leader rahul gandhi public meeting) કરશે. તેઓ આજે ગુજરાત પ્રવાસ દરમિયાન સુરત અને રાજકોટમાં સભા (Congress campaign for Gujarat elections) ગજવશે. તો આગળ પ્રચાર માટ કૉંગ્રેસની રણનીતિ શું હશે આવો જાણીએ.

'ગાંધી'ના ગુજરાતમાં આજે કૉંગ્રેસના 'રાહુલ' કરશે ઝંઝાવતી પ્રચારનો પ્રારંભ, ગજવશે 2 સભા

author img

By

Published : Nov 21, 2022, 8:35 AM IST

Updated : Nov 21, 2022, 7:24 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (gujarat election 2022) હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરી રહી છે. ત્યારે હવે કૉગ્રેસ પણ ચૂંટણી પ્રચારના મેદાનમાં આજથી કૂદી રહી છે. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે (congress leader rahul gandhi public meeting) આવશે. તેઓ અહીં સુરત અને રાજકોટ એમ 2 જગ્યાએ જાહેરસભા સંબોધશે. આ સાથે જ કૉંગ્રેસ પ્રચારનો આજથી શુભારંભ કરશે.

પાર્ટીએ માઈક્રો પ્લાનિંગ કર્યું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રવક્તા (Gujarat Pradesh Congress Committee) હિરેન બેન્કરે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યોજનારી કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની જન સભાની તૈયારી માટે 3 દિવસથી રાજસ્થાનના મુખ્યપ્રધાન અને ગુજરાત કૉંગ્રેસ સંગઠનનાં સિનિયર નિરીક્ષક અશોક ગેહલોત (Ashok Gehlot CM Rajasthan), રાજસ્થાનનાં પૂર્વ આરોગ્ય પ્રધાન અને ગુજરાત કૉંગ્રેસનાં સંગઠનનાં પ્રભારી ડૉ. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર જાતે નિરીક્ષણ કરી વિવિધ કામગીરીનું માઈક્રો પ્લાનિંગનું આયોજન કર્યું હતું.

કૉંગ્રેસને મળી રહ્યું છે જનસમર્થનઃ પ્રવક્તા ગુજરાતમાં પરિવર્તનના સંકલ્પ સાથે વિધાનસભાની ચૂંટણીમાં (gujarat election 2022) ગુજરાતની જનતાનું જન સમર્થન, જન આશીર્વાદ કૉંગ્રેસ પક્ષને મળી રહ્યો છે. ત્યારે કૉંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી (congress leader rahul gandhi public meeting) આજે (સોમવારે) રાજકોટનાં શાસ્ત્રી મેદાન (shastri maidan rajkot) અને સુરતનાં મહુઆ નજીક અનાવિલ ગામ ખાતે પ્રચંડ જનસભાને (Congress campaign for Gujarat elections)સંબોધન કરશે.

જનસભાનું લાઈવ પ્રસારણ તેમણે ઉમેર્યું હતું કે, કૉંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર ગુજરાતમાં જનજન સુધી રાહુલ ગાંધીના વચનો અને સંદેશ પહોંચે તે માટે તમામ 182 વિધાનસભામાં વિસ્તારમાં કાર્પેટ બોમ્બર્ડિંગ કરવા પ્રચંડ જનસભાનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી (congress leader rahul gandhi public meeting) દ્વારા બપોરે એક કલાકે સુરત અને રાજકોટ ખાતેની બપોરે ત્રણ કલાકે શાસ્ત્રી મેદાન ખાતે યોજાનાર પ્રચંડ જનસભાનું સમગ્ર 182 વિધાનસભામાં LED વાન દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે.

વધુને વધુ લોકો સુધી પહોંચીશું આ સાથે સોશિયલ મીડિયાનાં માધ્યમથી પણ વધુમાં વધુ લોકો સુધી કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો સંદેશો પહોંચે તે માટે 226થી વધુ પ્રદેશના નેતાઓ-આગેવાનો અને ફ્રેન્ટલ ઓર્ગેનાઇઝેશનનાં ફેસબૂક અને ટ્વિટર પ્લેટફોર્મ ઉપર સુરત અને રાજકોટની સભાઓનું (Congress campaign for Gujarat elections)જીવંત પ્રસારણ કરવામાં આવશે. કૉંગ્રેસ પક્ષ દ્વારા ઓનલાઇન અને ઑફલાઈન એમ બંને રીતે 'કાર્પેટ બોમ્બિંગ' કરીને 'પ્રચંડ લોકસંપર્ક' થકી કૉંગી નેતા રાહુલ ગાંધીનો (congress leader rahul gandhi public meeting) સંદેશ અને ગુજરાતમાં 'પરિવર્તન સંકલ્પ' માટેના 'રાહુલના 8 વચનો'ને પહોંચાડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.

સુરતમાં સભા સંબોઘતા રાહુલ ગાંધીએ કરી આ વાતો:

આદિવાસી પછાત સહિત પીડિત વર્ગના લોકો અમારી સાથે: રાહુલ ગાંધીની સુરતમાં પ્રથમ ચૂંટણી જનસભા શરુ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, આવી ગરમીમાં પણ તમે મારી વાત સાંભળવા માટે આવ્યા આપ સૌનો આભાર,અમે 70 દિવસથી પદયાત્રા કરી રહ્યા છે. અમે 2000 કિમી ચાલી ચૂક્યા છે. બને બીજા 1500 કિમી બાકી છે, અમારી સાથે લાખો ખેડૂત બેરોજગાર યુવા માતા બહેન દલિત આદિવાસી પછાત સહિત પીડિત વર્ગના લોકો અમારી સાથે છે. મીડિયા આ વસ્તુઓ બતાવતી નથી.

BJP આદિવાસીને વનવાસી કહે: આ દેશ તમારી પાસે લેવામાં આવ્યો છે. BJPનાં લોકો તમને આદિવાસી નથી કહેતા તેઓ તમને વનવાસી કહે છે. મતલબ એ તમને જંગલમાં રહેવા વાળા છો એમ કહે છે. એ નથી ઈચ્છતા કે તમે પ્રગતિ કરો. તમારા બાળકો શહેરોમાં રહે. ભણે અને આગળ વધે. તમે માત્ર જંગલમાં રહે તેવો વિચાર ભાજપ વિચારે છે. જંગલ ભાજપ ઉદ્યોગપતિઓને આપી દેશે. ત્યાર પછી તામારા માટે જંગલમાં પણ જગ્યા નહિ રાહેશે. માત્ર 2 કે 3 ઉદ્યોગપતિઓ જ આખું જંગલ લઈ લેશે. તમારા હકો ભાજપ છીનવવા માંગે છે. તમે વનવાસી નથી તમે આદિવાસી છો. આ દેશ તમારો છે. તમારી જમીન અને જંગલ પાછા આપવા માટે બીજેપીની સરકારે કાનૂન લાગુ ન કર્યો. તેઓમાં અને અમારામાં આ ફરક છે. અમે શિક્ષા આપી એમણે નહીં.

આ પદયાત્રા પ્રેમ અને લાગણીની યાત્રા: આ પદયાત્રા પ્રેમ અને લાગણીની યાત્રા છે,ત્યાં કોઈ કોઈનો ધર્મ જાતિ પૂછ્તું નથી. હેલિપેડથી સભા સુધી હું ચાલીને આવ્યો, લોકોના પગમાં છાલા પડી ગયા બે લોકો નું અવસાન થયું, તેમ છતાં લોકો આ પદયાત્રા માં આવી રહ્યા છે. ભારત જોડો ગાંધીજીની યાત્રા છે. ભારત જોડો યાત્રા ગાંધીજીની દેન છે. યાત્રામાં આનંદ સાથે દુઃખ પણ છે, તમે પૂછશો દુઃખ કઈ વાતનો ? દુઃખ ખેડૂતો, યુવાનો અને આદિવાસીઓ જે મળી તેમના દુઃખ સાંભળીને થાય છે.

રાહુલને રામ મળ્યો તેઓએ કહ્યું હતું કે, પદયાત્રામાં કાલે સાંજે એક યુવાન અમારી યાત્રામાં આવ્યો તેનું નામ રામ હતું. તે મને ગળે વળગીને રડી પડ્યો હતો. તેનું આખું પરિવાર કોરોનામાં મૃત્યુ પામ્યું હતું. હોવી દુનિયામાં એકલો છું. હોસ્પિટલમાં ડોકટરો સામે હાથ જોડ્યા હતા, પરંતુ મારા માતા પિતાને નહીં બચાવ્યા. રાહુલ હું બેરોજગાર છું મને કોઈ રસ્તો નથી મળી રહ્યો. આદિવાસીઓ સાથે વાત કરીને જાણવા મળ્યું કે એમની જમીન હડપ કરી લેવામાં આવી. તેમને પૂછ્યા વગર ઉદ્યોગપતિ ઓને જમીન આપી દેવામાં આવે છે. અહીંયા પણ એ જ કામ થઈ રહ્યું છે. અહીં અનંત ભાઈ તમારા હકો માટે લડી રહ્યા છે.

આદિવાસીઓ સાથે અમારો જૂનો સંબંધ: કાલે સાંજે એક યુવા અમારી યાત્રામાં આવ્યો જેનું નામ રામ હતું. જે ગળે મળી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. તેને જણાવ્યું કે, કોરોનામાં મારા પરિવાર અવસાન પામ્યા હોસ્પિટલમાં ડોકટરો સામે હાથ જોડીને કહ્યું મારા માતા પિતાને બચાવો. આદિવાસી કહે છે કે, અમારી જમીન છીનવી લેવામાં આવે છે. એમને પૂછ્યા વગર જમીન ઉધોગપતિ જે આપી દેવામાં આવે છે. એમને કોઈ મુવાજો આપવામાં આવતો નથી. આદિવાસીઓ સાથે મારો અને મારા પરિવાર સાથે જૂનો સંબંધ છે. મારી દાદીએ નાનપણ માં એક ચોપડી આપી, જે મને ખૂબ જ પ્રિય હતી. હું 6 વર્ષ નો હતો, દેડું એક આદિવાસી બચ્ચા નામ ની ચોપડી હતી. આદિવાસી બાળક પર એક કિતાબ હતી. દાદી મને સમજાવતી અને તસ્વીર ચોપડામાં બતાવતી. હું દાદી ને જણાવ્યું કે આ ચોપડી ખૂબ ગમે છે. દાદી એ મને જણાવ્યું હતું કે, આ પુસ્તક આદિવાસી ઉપર છે, જેઓ હિન્દુસ્તાનના પ્રથમ માલિક છે.

સુરત જિલ્લાના મહુવા વિધાનસભા બેઠક કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી જ્યારે સુરત જિલ્લાના મહુવા વિધાનસભા બેઠક પર વિધાનસભાને સંબોધિત કરવા આવી રહ્યા છે ત્યારે આ બેઠક કોંગ્રેસ માટે કેટલી મહત્વપૂર્ણ છે એ સ્પષ્ટ થઈ જાય છે આદિવાસી વિસ્તાર ગણાતા મહુવા વિધાનસભા બેઠક પરવર્ષ 2017માં ભાજપના ઉમેદવાર મોહન ઢોડીયાએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા તુષાર ચૌધરીને સાડા પાંચ હજાર મતોથી હરાવ્યા હતા પરંતુ આ વખતે આ બેઠક પર ત્રિપાકીય જંગ જોવા મળશે કારણ કે સુરત જિલ્લાની એકમાત્ર એવી બેઠક છે જ્યાં માત્ર ત્રણ જ ઉમેદવાર છે. ભાજપથી મોહન ઢોડીયા, કોંગ્રેસથી હેમાંગીની ગરાસિયા આપ થી ગુંજન ઢોડીયા ઉમેડવાર છે. આ વખતે આ બેઠક પર ભારે રસાકસી જોવા મળશે કારણ કે કોંગ્રેસે મહિલા ઉમેદવારને આ વખતે કાપી છે. ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો એક જ સમાજથી આવે છે જેથી મતોનો ધ્રુવીકરણ અહીં જોવા મળશે.

મહુવા વિધાનસભા બેઠકમાં 90 ટકા આદિવાસી અને પશુપાલકની વસ્તી.

મહુવા વિધાનસભા બેઠક પર 13 ચૂંટણીમાંથી 8 વખત એક જ પરિવારનો દબદબો સુરત જિલ્લાની મહુવા વિધાનસભા બેઠક ઉપર 13 ચૂંટણીમાંથી 8 વખત એક જ પરિવારનો દબદબો જોવા મળ્યો છે. ઢોડિયા સમાજમાં જોષી કુળમાંથી આવતા સ્વ.ધનજીભાઈ કરસનભાઈ ઢોડીયા પ્રથમ વખત વર્ષ 1975માં કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય બન્યા હતા. સ્વ.ધનજીભાઈ ઢોડીયા સતત ત્રણ વખત વર્ષ 1990 સુધી ધારાસભ્યપદે રહ્યા હતાં. ત્યારબાદ સ્વ.ધનજીભાઈના ભાણેજ સ્વ.ઈશ્વરભાઈ નરસિંહભાઈ વહીયા કોંગ્રેસ પક્ષમાંથી 1995 અને 2007માં વિજેતા બન્યા હતા. ત્યારબાદ સ્વ.ધનજીભાઈના પુત્ર મોહનભાઈ ઢોડીયા સતત ત્રણ વખત વર્ષ 2002, 2012 અને 2017માં ભાજપમાંથી ધારાસભ્ય બન્યા છે.

Last Updated : Nov 21, 2022, 7:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.