ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015 રાજદ્રોહ કેસની ટ્રાયલ દરમિયાન ગેરહાજર રહેવા બદલ હાર્દિક પટેલ વતી દાખલ કરાયેલી એક્ઝેમશન એપ્લિકેશનનો અસ્વીકાર કરતા કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ શનિવારે બિન જામીનપાત્ર વોરંટ કાઢયું હતું. કોર્ટ દ્વારા જારી કરેલા બિન જામીનપાત્ર વોરંટના આધારે પોલીસે હાર્દિક પટેલની વિરમગામના હાંસલપુર પાસેથી ધરપકડ કરી હતી.
ટ્રાયલ કોર્ટમાં હાજર ન રહેવા બદલ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, હાર્દિક પટેલ સામાજિક કામથી બહાર હોવાથી મુદત દરમિયાન હાજર થઈ શકશે નહીં. જો કે, કોર્ટે અરજીને ફગાવી દીધી હતી.
નોંધનીય છે કે, વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન બાદ જે હિંસાની ઘટનાઓ બની હતી. તેમાં સરકારી સંપત્તિ થયેલા નુકસાન બાદ રાજ્ય સરકાર દ્વારા હાર્દિક પટેલ દિનેશ બામણીયા સહિત કેટલાક પાટીદાર બંધુઓ પર રાજદ્રોહનો કેસ લાગ્યો હતો.