અમદાવાદ : સારંગપુર વિસ્તારમાં કોંગ્રેસના આગેવાનો એકઠા થયા હતા અને જે બાદ સંવિધાન બચાવો રેલીની શરૂઆત કરી હતી. જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પ્રભારી રાજીવ સાતવ, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા તથા અન્ય ધારાસભ્યો હાજર રહ્યા હતાં.
આ સંવિધાન બચાવવાની રેલીમાં દેશ બચાવો નારા તથા સંવિધાન બચાવોના નારા લગાવી પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે બાદ કલેકટર કચેરીએ પહોંચીને તમામ આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું હતું.