ETV Bharat / state

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં મફતની લ્હાણી, ખેડૂતોનું દેવું માફ રાંધણ ગેસમાં રાહત

author img

By

Published : Nov 12, 2022, 1:04 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવતા જે તે પક્ષ સત્તા પર આવશે તો પ્રજાને શું લાભ આપશે એને લઈને વાયદાઓ કરી રહ્યો છે. કોંગ્રેસ પણ પોતાના વાયદાનો પીટારો ખોલી (Congress Free bies) દેતા અનેક રાહત જાહેર કરી દેવામાં આવી છે. જુદા જુદા વિષય કઈ કઈ અને શું રાહત મળશે એના પર એક નજર કરીએ.

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં મફતની લ્હાણી, ખેડૂતોનું દેવું માફ રાંધણ ગેસમાં રાહત
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં મફતની લ્હાણી, ખેડૂતોનું દેવું માફ રાંધણ ગેસમાં રાહત

અમદાવાદઃ ગુજરાત વિધાસભાની ચૂંટણી નજીક આવતા જ દરેક પક્ષે પ્રજાને રીઝવવા માટે મોટા વાયદા કર્યા છે. જેમાં પક્ષે પ્રજાને મફત આપવા માટે કેટલીક તૈયારીઓ જાહેર કરી દીધી છે. કોંગ્રેસે જણાવ્યું હતું કે, સત્તા પર આવ્યા બાદ વીજળીથી લઈને ખેડૂતોના દેવા સુધીની વસ્તુ માફ કરી દેવામાં આવશે.

Ahmedabad | Congress launches party's election manifesto for #GujaratAssemblyPolls pic.twitter.com/AaXomu7Ruw

— ANI (@ANI) November 12, 2022

આ બધુ મફતઃ કોંગ્રેસે પ્રજાને કરેલા વાયદાઓમાં ઘણા પાસાઓ તથા ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. ગુજરાતના દરેક નાગરિકને સરકારી દવાખાનામાં રૂપિયા 10 લાખ સુધીની મફત મેડિકલ સારવાર, તપાસ અને દવા તેમજ રૂ.પાંચ લાખનો અકસ્માત વીમો મફત આપવામાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષા અને ઇન્ટરવ્યુ માટે ઉમેદવારોને ફ્રી બસ પાસ તથા રહેવાની વ્યવસ્થા કરાશે. ફિલ્ડ માર્શલ ‘સેમ માણેકશા મિલિટ્રી એકેડમી’ ની રચના, જેમાં ગુજરાતના યુવક – યુવતીઓને લશ્કરમાં ભરતી માટે તૈયારી અને માર્ગદર્શન આપવામાં આવશે.

કાયમી ધોરણે ભરતીઃ છેલ્લા દસ વર્ષ કે તેનાથી વધારે સમયથી કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ અને ફિક્સ પગાર પર કામ કરનારાઓને કાયમી કરાશે. દીકરીઓને કે.જી થી પી.જી. સુધીના શિક્ષણ માટે સંપૂર્ણ ફી માફી કરાશે. દરેક વિદ્યાર્થીને કે. જી. થી પી.જી. ગુણવત્તા યુક્ત શિક્ષણ અને પરવડે તેવી ફી સાથેની શિક્ષણ વ્યવસ્થા – જરૂરતમંદ વિદ્યાર્થીઓને ફી માફી / રાહત આપવામાં આવશે. બેરોજગાર યુવક-યુવતીઓને મહિને રૂ.3000 સુધીનું બેકારી ભથ્થું મળશે. સરકારી – અર્ધ સરકારી સંસ્થાઓમાં 10 લાખ ખાલી જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા હાથ ધરાશે. ખેડૂતોનું રૂ. 3 લાખ સુધીનું દેવું માફ, વીજળીનું બીલ માફ કરાશે.

અમદાવાદઃ ગુજરાત વિધાસભાની ચૂંટણી નજીક આવતા જ દરેક પક્ષે પ્રજાને રીઝવવા માટે મોટા વાયદા કર્યા છે. જેમાં પક્ષે પ્રજાને મફત આપવા માટે કેટલીક તૈયારીઓ જાહેર કરી દીધી છે. કોંગ્રેસે જણાવ્યું હતું કે, સત્તા પર આવ્યા બાદ વીજળીથી લઈને ખેડૂતોના દેવા સુધીની વસ્તુ માફ કરી દેવામાં આવશે.

આ બધુ મફતઃ કોંગ્રેસે પ્રજાને કરેલા વાયદાઓમાં ઘણા પાસાઓ તથા ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. ગુજરાતના દરેક નાગરિકને સરકારી દવાખાનામાં રૂપિયા 10 લાખ સુધીની મફત મેડિકલ સારવાર, તપાસ અને દવા તેમજ રૂ.પાંચ લાખનો અકસ્માત વીમો મફત આપવામાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષા અને ઇન્ટરવ્યુ માટે ઉમેદવારોને ફ્રી બસ પાસ તથા રહેવાની વ્યવસ્થા કરાશે. ફિલ્ડ માર્શલ ‘સેમ માણેકશા મિલિટ્રી એકેડમી’ ની રચના, જેમાં ગુજરાતના યુવક – યુવતીઓને લશ્કરમાં ભરતી માટે તૈયારી અને માર્ગદર્શન આપવામાં આવશે.

કાયમી ધોરણે ભરતીઃ છેલ્લા દસ વર્ષ કે તેનાથી વધારે સમયથી કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ અને ફિક્સ પગાર પર કામ કરનારાઓને કાયમી કરાશે. દીકરીઓને કે.જી થી પી.જી. સુધીના શિક્ષણ માટે સંપૂર્ણ ફી માફી કરાશે. દરેક વિદ્યાર્થીને કે. જી. થી પી.જી. ગુણવત્તા યુક્ત શિક્ષણ અને પરવડે તેવી ફી સાથેની શિક્ષણ વ્યવસ્થા – જરૂરતમંદ વિદ્યાર્થીઓને ફી માફી / રાહત આપવામાં આવશે. બેરોજગાર યુવક-યુવતીઓને મહિને રૂ.3000 સુધીનું બેકારી ભથ્થું મળશે. સરકારી – અર્ધ સરકારી સંસ્થાઓમાં 10 લાખ ખાલી જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા હાથ ધરાશે. ખેડૂતોનું રૂ. 3 લાખ સુધીનું દેવું માફ, વીજળીનું બીલ માફ કરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.