અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની (Gujarat Assembly Election 2022) તારીખ જાહેર થઈ ગઈ છે. ચૂંટણીની તારીખો જાહેર થતાં જ ઘણા બધા મોટા નેતાઓ દ્વારા હાલની તકે પણ પક્ષપલટો કરવામાં આવી રહ્યો છે, તો પક્ષ પલટા બાદ એકબીજાની પાટી પર આક્ષેપ અને પ્રતિ આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા 20 કરોડ રૂપિયાનો જે હવાલો સામે આવ્યો છે. તેને લઈને કોંગ્રેસે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા.
અરવિંદ કેજરીવાલે એક થ્રીડી મોડલ લાવ્યા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તાએ (Congress National Spokesperson) જણાવ્યું હતું કે, આપણે બધા લોકોએ જોયું કે કઈ રીતના? આમ આદમી પાર્ટીની સચ્ચાઈ બધાની સામે આવી રહી છે. કોંગ્રેસે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલે એક થ્રીડી મોડલ (3D model of Arvind Kejriwal) લાવ્યા છે. એટલે કે દારૂ ડ્રગ્સ અને દંગે આના થકી જ તેઓ જ્યાં જ્યાં તેમની સત્તા છે. ત્યાંથી પૈસા લાવીને તેઓ હવે ગુજરાતમાં લાગુ કરવા માંગે છે.
ઉમેદવારથી લઈને દિલ્હી સુધીનું આખું નેટવર્ક આમ આદમી પાર્ટી દ્વારા દારૂના પૈસા ગાંધીબાપુ અને સરદારની ભૂમિ ઉપર પહોંચાડવામાં આવી રહ્યા છે. કેજરીવાલનું જયા થ્રીડી મોડલ છે. ગુજરાતમાં લાવવા માંગે છે તો તેનાથી ગુજરાતની જનતા આનાથી સાવધાન રહે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં તાજેતરમાં જ આમ આદમી પાર્ટી દ્વારા 20 કરોડ રૂપિયા હવાલાથી મોકલવામાં આવ્યા છે આ હવાલાકાંડમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારથી લઈને દિલ્હી સુધીનું આખું નેટવર્ક વ્યવસ્થિત રીતે કામ કરી રહ્યું છે.આમ આદમી પાર્ટી અને ભાજપ એકબીજા સાથે મળીને ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરી રહી છે તો ગુજરાતની જનતાએ તેનાથી સાવચેત રહેવું જોઈએ.