ETV Bharat / state

Human Genetics : અમદાવાદમાં હ્યુમન જિનેટિક્સ એન્ડ બાયોટેકનોલોજીના 15 દેશોના નિષ્ણાતો કરશે ચર્ચા - નિષ્ણાતો

અમદાવાદ શહેર ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ હ્યુમન જિનેટિક્સ એન્ડ બાયોટેકનોલોજીની 48મી એન્યુઅલ મીટિંગની યજમાની કરશે. 21થી 24મી જાન્યુઆરી સુધી આ કોન્ફરન્સમાં વિશ્વભરના 130થી વધુ નિષ્ણાતો વક્તવ્ય આપશે.

Human Genetics : અમદાવાદમાં હ્યુમન જિનેટિક્સ એન્ડ બાયોટેકનોલોજીના 15 દેશોના નિષ્ણાતો કરશે ચર્ચા

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 18, 2024, 9:16 AM IST

130થી વધુ નિષ્ણાતો વક્તવ્ય આપશે

અમદાવાદ : અમદાવાદ શહેર ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ હ્યુમન જિનેટિક્સ એન્ડ બાયોટેકનોલોજીની 48મી એન્યુઅલ મીટિંગની યજમાની કરશે. 21થી 24મી જાન્યુઆરી સુધી આ કોન્ફરન્સમાં વિશ્વભરના 130થી વધુ નિષ્ણાતો વક્તવ્ય આપશે.અમદાવાદ : ઈન્ડિયન સોસાયટી ઓફ હ્યુમન જેનેટિક્સ (ISHG)ની 48મી એન્યુઅલ મીટિંગ અને દેશની સૌથી મોટી જીનેટિક્સ અને બાયોટેકનોલોજી કોન્ફરન્સ ઓફ હ્યુમન જેનેટિક્સ એન્ડ બાયોટેકનોલોજીની ઈન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાવા જઇ રહી છે. 21થી 24 જાન્યુઆરી દરમિયાન અમદાવાદના એએમએ- અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કરવામાં આવ્યું છે.

કોન્ફરન્સ થીમ : આ કોન્ફરન્સનું આયોજન ફાઉન્ડેશન ફોર રિસર્ચ ઇન જિનેટિક્સ એન્ડ એન્ડોક્રિનોલોજી (FRIGE) દ્વારા ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર તેમજ ઈન્ડિયન સોસાયટી ઓફ હ્યુમન જેનેટિક્સના સહયોગથી કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સની થીમ “સૌની સુખાકારી” અને “સૌ બીમારીથી મુક્ત થઈ રહે” એ રાખવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિતિ રહેશે : 21 જાન્યુઆરીના રોજ આ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિતિ રહેશે. કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા કોન્ફરન્સમાં મુખ્ય વક્તવ્ય આપશે. આ ઉપરાંત ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર પણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

15 દેશોના વૈજ્ઞાનિકો આવશે : આ કોન્ફરન્સમાં 36 અગ્રણી બાયોટેક કંપની તેમજ 15 દેશોના લગભગ 700-800 અગ્રણી વૈજ્ઞાનિકો જ્ઞાન અને નવીનતાનું વૈશ્વિક પ્રદર્શન કરવા માટે તૈયાર છે. ઈન્ડિયન સોસાયટી ઓફ હ્યુમન જેનેટિક્સ-2024 કોન્ફરન્સના અધ્યક્ષ જયેશ શેઠે વધુ માહિતી આપી હતી.

અમદાવાદમાં ઇન્ડિયન સોસાયટી ઑફ હ્યુમનજેનેટિક્સની 48મી એન્યુઅલ મીટિંગ અને ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવું એ અમારું સૌભાગ્ય છે. આ કોન્ફરન્સ દુર્લભ આનુવંશિક રોગના નિદાન અને સારવાર પર વિશેષ ભાર મૂકશે. આ સાથે વિશ્વભરમાંથી ક્લિનિકલ અને મૂળભૂત માનવ આનુવંશિકતામાં નવીનતમ અને અદ્યતન વૈજ્ઞાનિક પ્રગતિઓ પ્રદર્શિત કરશે. આ ઇન્ફોમેટિવ કોન્ફરસમાં ૯ પ્લેનરી સેશન, દસ કોન્કરન્ટ સેશન, ચાર હેન્ડ ઓન વર્કશોપ, 14 કોર્પોરેટ સેટેલાઇટ્સનો સમાવેશ થયો છે. આ કોન્ફરન્સને ભારત, યુએસએ, યુકે અને યુરોપના 130થી વધુ નેશનલ અને ઇન્ટરનેશનલ સાયન્ટિસ્ટ દ્વારા સંબોધિત કરવામાં આવશે...જયેશ શેઠ ( કોન્ફરન્સના અધ્યક્ષ )

કયા મુદ્દાઓ પર ચર્ચા : આ કોન્ફરન્સના ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ડો. હર્ષ શેઠે કહ્યું કે, ચાર દિવસીય કોન્ફરન્સમાં અગ્રણી નિષ્ણાતો કેન્સર નિવારણ, વારસાગત કેન્સર માટેની રસી, ઓટીઝમ અને કેન્સર જેવા જટિલ રોગોને સમજવામાં જીનોમ સિક્વન્સિંગની ભૂમિકા વિશે તેમના જ્ઞાન અને મંત્વ્યો શેર કરશે. આ કોન્ફરન્સમાં નિષ્ણાતો ન્યુરોલોજીકલ ડિસઓર્ડર અને ન્યુરોમસ્ક્યુલર ડિસઓર્ડરની જન્મજાત ખામીની સારવાર, પ્રજનન અને વંધ્યત્વની આનુવંશિકતા, લિસોસોમલ સ્ટોરેજ ડિસઓર્ડરની સારવાર, થાઇરોઇડ, જી6પીડીની ઉણપ વગેરે જેવી વારસાગત જન્મજાત વિકૃતિઓને રોકવા માટે નવજાતની તપાસ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે.

આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક જર્નલમાં પ્રકાશન થશે : ખાસ કરીને પ્લેનરી સેશન ટેલોમેરથી લઈને ટેલોમેર સિક્વન્સિંગ, અત્યાધુનિક ડાયગ્નોસ્ટિક ટેક્નોલોજીનો ડેવલોપમેન્ટ, કેન્સર કેમોપ્રિવેન્શન, નોવેલ ડ્રગ ડેવલપમેન્ટ જેવા અનેક વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સેશન ચિકિત્સકો, વૈજ્ઞાનિકો અને બાયોટેકનોલોજીમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે છે. એટલું જ નહીં, ધ હેન્ડ ઓન વર્કશોપક્લિનિશિયનો, વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ માટે જટિલ ડિસ્મોર્ફિક લક્ષણોને સમજવા, માનવ જીનોમમાં જીનોમિક ભિન્નતાઓને મજબૂત અને વિશ્વસનીય રીતે ઓળખવા અને ધ લેન્સેટ જેવા આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક જર્નલમાં પ્રકાશન માટે હસ્તપ્રતો લખવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

નવા પરિણામ શેર કરાશે : કોન્કરન્ટ સેશનમાં આમંત્રિત વક્તાઓનો સમાવેશ થાય છે, જેઓ આપેલ વિષય પર નવા અન્ય વૈજ્ઞાનિકો અને ચિકિત્સકો સાથે નવા પરિણામ શેર કરશે. આનો ઉદ્દેશ્ય સંભવિત વિરોધાભાસી પરિણામો સાથે ડેટાને પ્રતિબિંબિત કરવાનો અને તેની તુલના કરવાનો છે અને સુસ્થાપિત સાથીદારો સાથે વધુ સંશોધન માટે નવી પૂર્વધારણાઓ અને વિભાવનાઓની ચર્ચા કરવાનો છે.

  1. શું તમે જાણો છો Genetics of male infertility ના કારણો
  2. Machine learning : શરદી-ઉધરસની દવાઓ પણ થઈ શકે છે ધૂમ્રપાન છોડવામાં મદદરૂપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.