ETV Bharat / state

Atiq Aehmad Case: અતિકનું આવું હતું અતિત, પ્રજા સેવકમાંથી બની ગયો શેતાન

ઉત્તર પ્રદેશના માફિયા અને ડોન જેવા આરોપી અતિક અહેમદને વર્ષ 2019માં સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો હતો. જેનું ઉમેશ પાલ મર્ડર કેસમાં ક્નેક્શન ખુલતા ઉત્તર પ્રદેશ પોલીસ એમને લેવા માટે અમદાવાદની સાબરમતી જેલમાં પહોંચી હતી. ઉત્તર પ્રદેશની પોલીસે પુરતી સુરક્ષા વચ્ચે અતિક અહેમદને અમદાવાદથી પ્રયાગરાજ લઈ જવા માટે રૂટ ગોઠવ્યો હતો. આ રૂટ સુરક્ષાના હેતુથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો.

Atiq Aehmad Case: અતિકનું આવું હતું અતિત, પ્રજા સેવકમાંથી બની ગયો શેતાન
Atiq Aehmad Case: અતિકનું આવું હતું અતિત, પ્રજા સેવકમાંથી બની ગયો શેતાન
author img

By

Published : Mar 26, 2023, 7:12 PM IST

Updated : Mar 26, 2023, 10:37 PM IST

Atiq Aehmad Case: અતિકનું આવું હતું અતિત, પ્રજા સેવકમાંથી બની ગયો શેતાન

અમદાવાદઃ વિકાસ દુબે બાદ અતિક અહેમદને લઈને ઉત્તર પ્રદેશમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. તારીખ 28 માર્ચના રોજ પ્રયાગરાજ કોર્ટમાં અતિક અહેમદની પેશવી છે. જેને લઈ ઉત્તર પ્રદેશ પોલીસ સાબરમતી જેલ સુધી પહોંચી હતી. રવિવારે સાંજના સમયે પૂરતી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે એમને પોલીસની વજ્ર વાનમાં બેસાડીને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ સુધી લઈ જવા માટે રૂટ ગોઠવવામાં આવ્યો હતો. જોકે, પોલીસે આ કેસમાં કોઈ પ્રકારના રૂટની સ્પષ્ટતા કરી નથી.

આ પણ વાંચોઃ Gangster Atiq Ahmed: અતિક અહેમદને લઈને UP પોલીસ અમદાવાદથી પ્રયાગરાજ રવાના

કોણ છે અતીક અહેમદઃ અતીક અહેમદ ઉત્તર પ્રદેશનો ભારતીય રાજકીય નેતા છે. પરંતુ તેમનું નામ ઘણીવાર ક્રાઈમના ચોપડે આવી જતા નેતામાંથી કુખ્યાત ગુંડો બની ગયો હતો. ગુનાખોરીના નેતાઓમાં ગણવામાં આવે છે. એક સમય હતો. જ્યારે ઉત્તર પ્રદેશના પ્રયાગ રાજમાં એક સમયે ક્રાઈમની દુનિયામાં અતિકનો ડંકો વાગતો હતો. એના પર 100થી વધારે મર્ડર અને અપહરણ તથા ખંડણી લેવાના કેસ નોંધાયેલા છે.

સૌથી વધારે કેસઃ સૌથી વધારે કેસ પ્રયાગરાજમાં થયેલા છે. ત્યાર બાદ બિહારમાં પણ એની સામે ફરિયાદ થયેલી છે. જ્યારથી તેણે રાજકારણમાં એન્ટ્રી કરી ત્યારથી તેણે પાછું વળીને ક્યારેય જોયું નથી. સત્તા પર રહીને ખોટું કામ કરતો હતો. પરંતુ આ સંપૂર્ણ સત્ય નથી કારણ કે તાજેતરમાં તેનું નામ રાજુ પાલ અને ઉમેશ પાલની હત્યા કેસમાં સામે આવ્યું હતું. અત્યાર સુધી એની સામે થયેલી કેસમાં પુરાવાઓ મળ્યા નથી આ સાથે કેટલીક વખત સાક્ષીઓ ફરી જતા કેસ બંધ કરવો પડે એવી સ્થિતિ હતી.

આ પણ વાંચોઃ Umesh Pal Murder Case: ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસને મળી મોટી સફળતા

પ્રારંભિક જીવનઃ આરોપી અતીક અહેમદના પિતા ફિરોઝ અલ્હાબાદ રેલ્વે સ્ટેશન પર કામ કરતા હતા. પિતા આ પ્રકારનું કામ કરે એ અતિકને પસંદ ન હતું. જેના કારણે તેણે રાજનીતિમાં પ્રવેશ કરીને દાદાગીરી કરવાનું ચાલું કરી દીધું હતુ. તેણે 17 વર્ષની ઉંમરે પહેલીવાર કોઈનું ઢીમ ઢાળી દેતા પોલીસ કેસ થયો હતો. આ પછીથી તેની ક્રાઈમની કુડલી એકદમ મજબુત બનતી રહી.

ખૌફ હતોઃ આ પછી, તે દરેક જગ્યાએ પોતાનો ખૌફ બતાવવા લાગ્યો હતો. ખોટી રીતે પૈસા લેવાથી લઈને ધમકી સુધીના ગુનામાં એનું નામ ઉત્તર પ્રદેશ તેમજ બિહારની પોલીસ ડાયરીમાં બોલે છે. વિરુદ્ધ 100થી વધારે કેસ નોંધાયેલા છે. જેમાં હત્યા, અપહરણ, સરકારી કામમાં ભ્રષ્ટાચાર, શાંતિ ભંગ, લાયસન્સવાળા હથિયારોનો દુરુપયોગ, ગુંડાગીરી ધમકી વગેરે જેવા ગુનમાં એનું નામ બોલે છે.

આ પણ વાંચોઃ Umesh Pal murder case: બરેલી અને ચિત્રકૂટ જેલમાં કરાઈ ગેરકાયદેસર સભાઓ

યુપીમાં કેસ નોંધાયાઃ માત્ર અતિક અહેમદ જ નહીં એની પત્ની અને પુત્ર સામે પણ પોલીસ કેસ થયેલા છે. ઉત્તર પ્રદેશ પોલીસ એની પત્નીને શોધી રહી છે. જ્યારે પુત્ર પણ ફરાર છે. તમામ કેસ પ્રયાગરાજ લખનૌ, કૌશામ્બી, ચિત્રકૂટ, દેવરિયાના અલગ-અલગ રાજ્યોમાં નોંધાયા છે.

રાજકારણ એન્ટ્રીઃ અતીક અહેમદે વર્ષ 1989માં પ્રયાગરાજ પશ્ચિમ વિધાનસભા બેઠક માટે નામ નોંધાવી દીધું હતું. જેના માટે તેમને અપક્ષ ઉમેદવારની બેઠક પરથી ચૂંટણી લડી હતી. પણ પ્રજાનો નેતા ક્યારે ગુંડો બની ગયો એની કોઈને ખબર ન પડી. અહીંથી તેણે પોતાના જીવનની એક નવી અને અલગ દિશામાં જવાનું ચાલું કર્યું હતું. તેઓ આ બેઠક પરથી પાંચ વખત ધારાસભ્ય તરીકે રહ્યો હતો.

આ પણ વાંચોઃ Umesh Pal Murder Case: અતીક અહેમદ ગેંગનો ખાત્મો કરવા સીએમે યોગીએ બનાવી

વિધાનસભાના સભ્યઃ પ્રયાગરાજથી તેમની રાજકીય સફર શરૂ કરીને, તેમણે સૌથી પહેલા પ્રયાગરાજ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ચૂંટણીમાં તેમણે 8102 વોટથી કોંગ્રેસના ઉમેદવાર ગોપાલદાસને માત આપી હતી. અપક્ષ તરીકે વર્ષ 1991 અને 1993ની ચૂંટણી પણ જીતી ગયો હોત. વર્ષ 1996માં સમાજવાદી પાર્ટીની સાયકલ પર પ્રચાર કરીને ચૂંટણી લડતો હતો.

સપા છોડીઃ અતીક અહેમદના એસપી વચ્ચે અંતર ચાલું રહ્યું હતું. જેના કારણે તેમણે સમાજવાદી પાર્ટી છોડી દીધી હતી. જે બાદ તેઓ 1999માં સોનલાલ પટેલની પાર્ટીમાં જોડાયો હતો. અપના દળે તેમને પ્રતાપગઢથી મેદાનમાં ઉતાર્યા, પરંતુ અતીકને અહીં હારનો સામનો કરવો પડ્યો. વર્ષ 2002માં અપના દળે અતીકને તેની પરંપરાગત સીટ અલ્હાબાદ વેસ્ટમાંથી ટિકિટ આપીને ચૂંટણી મેદાને ઊતાર્યો હતો.

આ પણ વાંચોઃ Umesh Pal Murder Case : UP પોલીસની STFના ગુજરાતમાં ધામા,

લોકસભામાં ચાન્સઃ જ્યારે મુલાયમ સિંહ યાદવની સરકાર બની ત્યારે અતીક અહેમદ ફરી સપામાં જોડાયા હતા. જે બાદ તેણે એસપીનો હાથ ન છોડ્યો. વર્ષ 2004માં સપાએ ફુલપુરથી અતીક અહેમદને લોકસભા ચૂંટણીમાં ચાન્સ મળ્યો હતો. જેમાં તે જીતી ગયો હતો. 2004માં ફુલપુરથી ટિકિટ મળતા અતીક અહેમદ સાંસદ બન્યા હતા. જે બાદ પશ્ચિમ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. વર્ષ 2005માં તેણે દિવસે રાજુ પાલની ગોળી મારીને હત્યા કરી હતી. અહીંથી ફરી એની ક્રાઈમ કુંડળીમાં કેસ વધ્યા.

માયાવતીની સરકારઃ માયાવતીની પાર્ટીના ધારાસભ્યની હત્યાના કેસમાં વર્ષ 2007માં કેસ ચાલ્યો હતો. માયાવતી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા પછી તેણે અતીક અહેમદ પર ગાળીયો કસી નાંખ્યો હતો. એક સાથે કુલ લગભગ 10 કેસ હતા. જેના કારણે અતીક અહેમદ સામે કાયદેસરના પગલાં લેવાયા હતા. પોલીસે તેના પર 20,000 રૂપિયાનો દંડ જાહેર કર્યો હતો. ઘણા સમયથી સપાના સાંસદ અતીક અહેમદ ફરાર હતો.

આ પણ વાંચોઃ Umesh Pal Murder case : પ્રથમ ગોળી મારનાર વિજય ચૌધરી ઉર્ફે ઉસ્માન પોલીસ એન્કાઉન્ટર

દંડ જાહેર કર્યોઃ માયાવતીની પાર્ટીના ધારાસભ્યની હત્યાના કેસમાં વર્ષ 2007માં કેસ ચાલ્યો હતો. માયાવતી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા પછી તેણે અતીક અહેમદ પર ગાળીયો કસી નાંખ્યો હતો. એક સાથે કુલ લગભગ 10 કેસ હતા. જેના કારણે અતીક અહેમદ સામે કાયદેસરના પગલાં લેવાયા હતા. પોલીસે તેના પર 20,000 રૂપિયાનો દંડ જાહેર કર્યો હતો. ઘણા સમયથી સપાના સાંસદ અતીક અહેમદ ફરાર હતો. તંત્રએ એના પર ઈનામની જાહેરાત કરી હતી.

ઉમેશ પાલ કેસમાંઃ અતીક અહેમદે પોતે પોલીસ સ્ટેશન આવીને આત્મસમર્પણ કર્યું હતું. રાજુ પાલની હત્યા કર્યા બાદ હવે તેણે રાજુના ખાસ મિત્ર ઉમેશ પાલની હત્યામાં એનું નામ ખુલતા ઉત્તર પ્રદેશ પોલીસ અમદાવાદ એને લેવા માટે પહોંચી હતી. હવે તેની સામે રાજુ અને ઉમેશ પાલ બંનેની હત્યા કરવાનો કેસ ફાઈલ થયો છે. ઉત્તર પ્રદેશ સરકારે પણ તેમના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ચલાવવાનું ચાલું કરી દીધું છે.

Last Updated : Mar 26, 2023, 10:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.