ETV Bharat / state

અમદાવાદમાં વ્યાજખોરે જાનથી મારી નાખવાની ધમકી આપતા દલાલે નોંધાવી ફરિયાદ - સોલા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ

અમદાવાદના સોલા વિસ્તારમાં વધુ એક વ્યાજખોરનો ત્રાસ સામે આવ્યો છે. જે વ્યક્તિએ વ્યાજે નાણાં લીધા હતા તેની જગ્યાએ તેણે નાણાં અપાવનાર મહિલાના પતિને વ્યાજખોરે ધમકી આપી હતી. 10 ટકા વ્યાજે નાણાં આપનાર વ્યાજખોર સામે ધમકી અપાતી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ETV bharat
અમદાવાદ: સોલામાં વ્યાજે પૈસા આપનાર વ્યાજખોરે જાનથી મારી નાખવાની ધમકી આપતા નોંધાઇ ફરિયાદ
author img

By

Published : Jul 24, 2020, 12:17 PM IST

અમદાવાદ: શહેરના ચાણકયપુરીમાં રહેતા દીપકભાઇની પત્નિ હીરલબેન અજયભાઇ ધરમશીભાઇ રબારી પાસેથી 1.50 લાખ રૂપિયા 10% ના વ્યાજે પાડોશી પ્રકાશભાઈ ચીનુભાઇ પટેલને અપાવ્યા હતા. પ્રકાશ ભાઈએ ગેરેન્ટી સ્વરૂપે આ પોતાની કૃઝ ગાડી અજય ભાઇને આપી હતી અને ત્યારબાદ એકાદ વર્ષમાં લીધેલા રૂપિયા દોઢ લાખ 10 ટકા વ્યાજ સાથે પરત આપી ગાડી છોડાવી દીધી હતી.

જે બાદ ગત 19મી માર્ચ 2020ના રોજ અજય ભાઇએ ફોન કરીને જણાવ્યું કે આજથી બે વર્ષ પહેલા તેમની પત્નિ હીરલબેને તેમના પાડોશી પ્રકાશભાઇ માટે રૂપિયા દોઢ લાખ 10 ટકા વ્યાજે લીધા હતા.જેનું વ્યાજ આપવાનું બાકી છે. જેથી દીપકભાઈએ જણાવ્યું કે પ્રકાશ ભાઈએ રૂપિયા ચૂકવી દીધા છે. અને ગાડી પણ તેઓએ છોડાવી લીધી છે.અજયભાઈ અપશબ્દો બોલવા લાગ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા દીપકભાઈએ ફોન કટ કરી નાખ્યો હતો. બાદમાં અજયભાઈ સાઇટ પર પહોંચ્યા અને બોલાચાલી કરી ધમકી આપી હતી.

આ અંગે દીપકભાઈએ પોલીસને જાણ કરતા સોલા પોલીસે અજય નામના વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી શરુ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.