પોલીસે આ મામલે IPC કલમ 304,114 મુજબ ગુનો નોંધ્યો છે. સમગ્ર મામલે પોલીસ અને કોર્પોરેશન દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રાઈડ ઓપરેટર અને માલિક ઘનશ્યામભાઈની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી હતી. અંતે મોડી રાતે સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી હતી. આ અંગે પાર્કના ડાયરેક્ટર ઘનશ્યામભાઈ પટેલ અને મેનેજર તુષાર ચોકસી, ઓપરેટર યશ ઉર્ફે વિકાસ ઉર્ફે લાલા, મહેન્દ્ર પટેલ, કિશન મહંતી, હેલ્પર મનીષ વાઘેલા સામે ફરિયાદ નોંધી છે. ઉપરાંત તપાસ દરમિયાન જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ અંગે પોલીસે મનુષ્યવધનો ગુનો નોંધી કલમ 304 અને 114 હેઠળ ફરિયાદ નોંધી છે.
રાઈડ અંગે એવું પણ જાણવા મળ્યું હતું કે, 6 જુલાઈએ જ રાઈડ્સના મેન્ટેનેન્સ અંગે રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે રાઈડના નટ બોલ્ટ અને અન્ય ભાગ બદલવાના છે. તેમ છતાં ચકાસણી કર્યા વિના જ રાઈડ ચાલુ રાખી હતી. જેના પરિણામે દુર્ઘટના સર્જાઈ છે.