અમદાવાદ: શહેરમાં ફરી એકવાર લાંચિયા બાબુની ધરપકડ કરવામાં આવી છે. લાંચ રુશ્વત વિરોધી બ્યુરો એ છટકું ગોઠવીને લાંચ લેતા હોમગાર્ડ જવાનને રંગે હાથે પકડી પાડ્યો છે. હોમગાર્ડ ડિવિઝન કમાન્ડન્ટ દ્વારા હોમગાર્ડ જવાન ને હેરાન ન કરવા માટે તેમજ નોકરી ચાલુ રાખવા માટે તેના પાસેથી 10,000 ની લાંચ માંગી હતી. જે કેસમાં અગાઉ 7000 રૂપિયા લઈ લીધા બાદ અન્ય ત્રણ હજાર રૂપિયા લેવા જતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો.
3 હજાર આપવા વાયદો: આ મામલે લાંચ-રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા પ્રેસ વિજ્ઞાપ્તિ દ્વારા જણાવ્યા અનુસાર મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પના ગેટની સામે જાહેર રોડ ઉપરથી હોમગાર્ડ ડીવીઝન કમાન્ડન્ટ ,ડીવીઝન 7 મુકેશભાઇ પાનાચંદ શાહને ઝડપી પાડયા છે. આ મામલે ફરીયાદી હોમગાર્ડ તરીકે સેવા આપતા હોય, તેઓની હોમગાર્ડ તરીકેની સેવામાં તેઓને હેરાન નહીં કરવા તેમજ તેમની સેવા બંધ નહીં કરવા આ કામના આરોપીએ ફરીયાદી પાસે 10 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ફરીયાદીને દબાણ કરી ફરીયાદી પાસેથી આરોપી મુકેશ શાહે અગાઉ 7 હજાર રૂપિયા મેળવી લીધા હતા. જે બાદ બાકીના 3 હજાર આપવા વાયદો કર્યો હતો.
તપાસ શરૂ કરી: જોકે ફરિયાદીને આ લાંચની રકમ આપવી ન હોય તેઓએ લાંચર રૂશ્વત વિરોધી બ્યુરોનો સંપર્ક કર્યો હતો અને લાંચ-રૂશ્વત વિરોધી બ્યુરો એ આ મામલે ટ્રેપ ગોઠવીને 3,000 ની લાંચ લેતા હોમગાર્ડ કમાન્ડન્ટ મુકેશ શાહને પકડી પાડ્યો છે. આમાં મને પકડાયેલા લાંચિયા હોમગાર્ડ કમાન્ડો આ રીતે અન્ય કેટલા હોમગાર્ડ જવાનો પાસેથી પૈસા લીધા છે અને કેટલા સમયથી ફરજ બજાવે છે અને લાંચના પૈસાથી મિલકત વસાવી છે કે કેમ તે તમામ દિશામાં લાંચ-રુશ્વત વિરોધી બ્યુરોએ તપાસ શરૂ કરી છે. હોમગાર્ડ કમાન્ડન્ટ દ્વારા લેવામાં આવતી લાંચ ની રકમ માં અન્ય કોઈ ઉપરી અધિકારી સામેલ છે કે કેમ તે બાબતને લઈને પણ એસીબીએ તપાસ હાથ ધરી છે.