ETV Bharat / state

કોલેજના વિદ્યાર્થીઓ ધ્યાન આપોઃ ગુજરાત યુનિવર્સિટીની 25 જૂને યોજાનારી પરીક્ષા મોકૂફ

ગુજરાત યુનિવર્સિટીના એક લાખ વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યાં છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષા કોરોના વાયરસના પ્રકોપના કારણે હવે પાછળ ઠેલવામાં આવી છે. હવે યુનિવર્સિટીની પરીક્ષાઓ 10 જૂલાઈ બાદ લેવાશે. જણાવી દઈએ કે, પહેલાં આ પરીક્ષાઓ 25 જૂનથી શરૂ થવાની હતી. જેને લઇને વિદ્યાર્થીઓએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

કોલેજના વિદ્યાર્થીઓ ધ્યાન આપોઃ  ગુજરાત યુનિવર્સિટીની 25 જૂને યોજાનારી પરીક્ષા પાછળ ઠેલાઈ

author img

By

Published : Jun 2, 2020, 6:08 PM IST

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા અને પ્રવેશ મામલે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન યુનિવર્સિટીના ડીન અને સિન્ડિકેટ સભ્યો બેઠકમાં હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં પ્રવેશ અને પરીક્ષાના આયોજન મુદ્દે કેટલાક મહત્વના નિર્ણય લેવાયાં છે. પરીક્ષા અંગે UGC ગાઈડલાઈનનું ગુજરાત યુનિવર્સિટી પાલન કરશે. ત્યારે કોલેજના પહેલાં, બીજા વર્ષના વિદ્યાર્થીઓને મેરીટ બેઝ પ્રમોશન મળશે. છેલ્લાં સેમેસ્ટર અને ઇન્ટરનલનું 50-50 ટકા મૂલ્યાંકન કરાશે. કોલેજના છેલ્લાં વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન થશે. વિદ્યાર્થીઓને નજીકનું સેન્ટર મળે તે માટે વ્યવસ્થાઓ થશે. પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ષ-1 અને 2ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. ગુજરાત યુનિવર્સિટી ફાઇનલ વર્ષના 97 હજાર વિદ્યાર્થીઓ ભાગ લેશે.

કોલેજના વિદ્યાર્થીઓ ધ્યાન આપોઃ ગુજરાત યુનિવર્સિટીની 25 જૂને યોજાનારી પરીક્ષા પાછળ ઠેલાઈ
10 જુલાઈએ અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ અને પીજીના વિદ્યાર્થીઓની જ પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાની ફાઇનલ તારીખનો નિર્ણય એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવશે. 2 અને 4 સેમેસ્ટરનાં વિદ્યાર્થીઓને મૂલ્યાંકનના આધારે આગળના વર્ષમાં પ્રવેશ આપવામાં આવશે. જો કે છેલ્લા વર્ષનાં વિદ્યાર્થીઓ માટે રાહતનાં સમાચાર નથી. તેઓને પ્રમોશન આપવામાં નહીં આવે.રાજ્યની બીએડ કોલેજોને લઇ શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. 39 સરકારી-ગ્રાન્ટેડ બીએડ કોલેજોને ટીચર્સ યુનિવર્સિટીમાં ભેળવવામાં આવી છે. શૈક્ષણિક વર્ષ 2020-21થી બીએડ કોલેજો ટીચર્સ યુનિવર્સિટી સંલગ્ન થશે. ઉ.ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ યુનિવર્સિટીની 7-7 કોલેજો સંલગ્ન થશે. તો ગુજરાત યુનિવર્સિટી, SP યુનિવર્સિટીની 6-6 કોલેજો સંલગ્ન કરાશે. જ્યારે ભાવનગર, કચ્છ, જૂનાગઢ યુનિવર્સિટીની 1-1 કોલેજો સંલગ્ન કરાશે. ઘણા સમયથી ટીચર્સ યુનિવર્સિટીના વિસ્તરણની કામગીરી ચાલતી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.