ETV Bharat / state

બર્ફીલા પવનથી ગુજરાત ઠુંઠવાયું, નલિયા કાશ્મીર બનતા ઠંડુગાર

બર્ફીલા પવન અને કાતિલ ઠંડી સાથે રાજ્યના લોકો ઠુંઠવાય (cold weather in gujarat) રહ્યા છે. રાજ્યના લોકોએ ક્યારેય અનુભવી ન હોય તેવી કાતિલ ઠંડી હાલ અનુભવાઈ રહી છે. પરંતુ આ વચ્ચે સૌથી ઠંડુગાર રહેતા નલિયા ગુજરાતનું કાશ્મીર બન્યું છે, ત્યારે ક્યા શહેરમાં કેટલો ઠંડીનો ચમકારો છે જૂઓ. (gujarat weather news today)

બર્ફીલા પવનથી ગુજરાત ઠુંઠવાયું, નલિયા કાશ્મીર બનતા ઠંડુગાર
બર્ફીલા પવનથી ગુજરાત ઠુંઠવાયું, નલિયા કાશ્મીર બનતા ઠંડુગાર
author img

By

Published : Jan 5, 2023, 8:26 PM IST

Updated : Jan 5, 2023, 8:54 PM IST

ગુજરાતના ક્યા શહેરમાં કેટલો ઠંડીનો ચમકારો

અમદાવાદ : કોલ્ડવેવની (gujarat cold wave) સ્થિતિથી ઉત્તર પૂર્વ તરફથી બર્ફીલા પવનો તીવ્ર ગતિએ ફુંકાતા (cold weather in gujarat) અમદાવાદ સહિત રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીથી નાગરિકો ઠુંઠવાયા હતા. બર્ફીલા પવનો ફુંકાતા જનજીવન પર વ્યાપક અસર પડી છે. મીની વાવાઝોડા જેવા ઠંડા પવનોને લીધે રાજ્યના તમામ શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે. રાજ્યના ચાર શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે નોંધાયો. 8.1 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન જોવા મળ્યુ. જ્યારે વલ્લભવિદ્યાનગરમાં ઠંડીનું તાપમાન 9.4 ડિગ્રી પર પહોંચ્યું છે.(gujarat weather news today)

હવામાન વિભાગ અમદાવાદ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં શિયાળો પરચો બતાવી રહ્યો છે અને હાડ થીજાવતી ઠંડીનો માહોલ સર્જાયો છે. રાજ્યમાં આગામી 4-5 દિવસ ઠંડી યથાવત રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ જણાવ્યું કે, આગામી દિવસોમાં રાત્રિના તાપમાનમાં 1 થી 2 ડીગ્રીનો ઘટાડો થઇ શકે છે. આ દરમિયાન રાજ્યમાં છેલ્લા 36 કલાકમાં ઘણા સ્થળોએ મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું, જ્યારે સૌરાષ્ટ્રમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતા સહેજ વધુ નોંધાયું હતું. (gujarat temperature)

ક્યાં કેટલું તાપમાન હવામાન વિભાગના ડૉ. મનોરમા મોહંતી જણાવ્યું છે કે, આગામી 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના નથી. સૌથી ઓછુ 8 ડિગ્રી સેલ્સીયસ લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું છે. આ ઉપરાંત વલ્લભ વિદ્યાનગરમાં 9, કંડલા એરપોર્ટ ખાતે 10, ભુજ-ડિસા, સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાં 11, અમદાવાદ અને વડોદરામાં 10, જ્યારે અમરેલી, રાજકોટ અને વલસાડમાં 13 ડિગ્રી સેલ્સીયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આજ સમયગાળામાં વડોદરા અમદાવાદ અને વલ્લભ વિદ્યાનગરમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા બે ડિગ્રી ઓછું નોંધાયું હતું. (gujarat temperature today)

આ પણ વાંચો ગુલાબી ઠંડી વચ્ચે કોરોનાની ગાઈડલાઈન મુજબ દમણમાં થશે થર્ટી ફર્સ્ટની ઉજવણી, હોટેલ્સમાં થયું 80 ટકા બુકિંગ

નલિયા ગુજરાતનું કાશ્મીર સામાન્યપણે શિયાળા દરમિયાન સિંગલ ડિજિટ તાપમાન નોંધાતું હોવાથી નલિયા ગુજરાતનું કાશ્મીર કહેવામાં આવે છે. અહીંની રેતાળ જમીન અને વૃક્ષોની અછતના કારણે તાપમાન ખૂબ જલ્દી નીચો જાય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતની આવતા ઠંડા પવન સીધા કચ્છ સુધી પહોંચે છે અને નલિયાને સૌથી વધારે અસર કરે છે. આ વચ્ચે આજે ગુરુવારે નલિયામાં સંભવિત કરતા આઠ ડિગ્રી નીચું તાપમાન નોંધાતા કોલ્ડ વેવ વચ્ચે છેલ્લા 11 વર્ષનો સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. (gujarat weather news)

આ પણ વાંચો ઠંડી વિના ઘઉંના પાક પર ખતરો, પાટણ જિલ્લામાં બે લાખ હેક્ટર જમીનમાં રવિ પાકોનું વાવેતર

છેલ્લા 11 વર્ષનો સૌથી ઓછું તાપમાન નલિયામાં આજે ન્યૂનતમ તાપમાન 2 ડિગ્રી નોંધાયું હતું કે માત્ર આ સિઝનનો નહીં, પરંતુ છેલ્લા 11 વર્ષનો સૌથી ઓછું તાપમાન છે. આ પહેલા વર્ષ 2011માં તાપમાન 2 ડિગ્રી નોંધાયું હતું. તો આજનું તાપમાન સામાન્ય કરતાં આઠ ડિગ્રી ઓછું હોતાં કોલ્ડ વેવના લક્ષણ દર્શાયા હતા. તો ગઈકાલે દિવસભરમાં નોંધાયેલો મહત્તમ તાપમાન પણ 25 ડિગ્રી જ રહ્યું હતું. (cold wave in gujarat)

Last Updated : Jan 5, 2023, 8:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.