અમદાવાદ : ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના એકના એક પુત્ર અનુજ પટેલને 30 એપ્રિલના રોજ બપોરના સમયે બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. જેથી તેની દીર્ઘ આયુષ્ય માટે રાજ્યમાં અનેક શહેરમાં મંદિરો પૂજા પાઠ કરવામાં આવી રહ્યા છે. પુત્ર જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થનાઓ કરવામાં આવી રહી છે. જેને પગલે અમદાવાદ શહેરના ભાજપ કાર્યાલયમાં ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગાયત્રી હવનનું આયોજન : સાંસદ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયત અચાનક બગડી અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી તેમજ ગુજરાતની જનતા ચિંતિત થઈ હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પુત્રની સારવાર હાલ મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ચાલી રહી છે. તેની તબિયત સારી થાય અને યથાવત જીવન પ્રાપ્ત થાય તે માટે ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાર્થના કરવામાં આવી છે તબિયત સારી થાય અને પુન જીવન પ્રાપ્ત થાય.
આ પણ વાંચો : Gujarat CM Son: ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર શરૂ
શહેરના મોટા નેતા હવનમાં જોડાયા : અમદાવાદના ખાનપુર ખાતે આયોજન કરવામાં આવેલા ગાયત્રી હવનમાં શહેરના સાંસદ હસમુખ પટેલ, સાંસદ ડો.કિરીટ પટેલ, ધારાસભ્ય દિનેશ કુશવાહ, પાયલ કુકરાણી, જીતુ ભગત, અમદાવાદ શહેર મેયર કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ, ડેપ્યુટી ચેરમેન ગીતા પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ કમિટીના ચેરમેન તેમજ કોર્પોરેશન કાઉન્સીલર પર હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : Rajkot News : સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્રના સ્વાસ્થ્ય માટે રાજકોટમાં બાલાજી મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ યોજાયા
રવિવારે આવ્યો હતો બ્રેઇન સ્ટ્રોક : રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના એકના એક દીકરો અનુજ પટેલને રવિવારના રોજ બપોરના અંદાજિત 2 વાગ્યાની આસપાસ બ્રેઇન સ્ટ્રોક આવતા વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલ KD હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ત્યાં એક સર્જરી કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ સોમવારના રોજ એરલીફ્ટ કરીને મુંબઈની હિન્દુજા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સઘન સારવાર કરવામાં આવી રહી છે. જેને લઈને રાજ્યમાં ઠેર ઠેર દીર્ઘ આયુષ્ય માટે પૂજા પાઠ કરવામાં આવી રહ્યા છે.