અમદાવાદ: દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદના કાંકરિયા લેક ખાતે દબદાબભેર કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થયો છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનું ઉદઘાટન કર્યું હતું. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. ત્યારે આ પ્રસંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, લોકો દર વર્ષે કાંકરિયા કાર્નિવલની આતુરતાથી રાહ જોતા હોય છે. આ કાર્નિવલ વર્લ્ડ ફેસ્ટિવલ બની ગયો છે. જોકે, કાંકરિયા કાર્નિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમોથી કેટલાક મહેમાનો અને કોર્પોરેટરો કંટાળી ગયા હતા. લોકો પણ સારા કાર્યક્રમની આશા રાખીને ઉભા છે પરંતુ કાર્યક્રમમાં લોકોને કંટાળો આવ્યો હતો.
-
કાંકરિયા કાર્નિવલ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખી... pic.twitter.com/Y6R1MEMTWN
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">કાંકરિયા કાર્નિવલ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખી... pic.twitter.com/Y6R1MEMTWN
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 25, 2023કાંકરિયા કાર્નિવલ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખી... pic.twitter.com/Y6R1MEMTWN
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 25, 2023
સુશાસનના કારણે શહેરમાં પરિવર્તન: મુખ્યપ્રધાને કાંકરિયા કાર્નિવલના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, આજે પ્રતિભાબેન સાથે ત્રણ પૂર્વ મેયર હાજર છે. અમિતભાઈ તો હવે ધારાસભ્ય થઈ ગયા. મારે સ્પેશિયલ એમને યાદ કરવા પડ્યા. 25 ડિસેમ્બરે અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ હોય ત્યારે આ પ્રસંગે તેમણે અટલ બિહારી વાજપેયીજીને પણ યાદ કર્યા હતાં અને આ દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવાતો હોવાનું જણાવ્યું હતું. મુખ્યપ્રધાને ઉમેર્યુ હતું કે, સુશાસનના કારણે શહેરમાં પરિવર્તન આવ્યું છે. શહેરમાં હેપીનેસ ઇન્ડેક્સ ઊંચો આવ્યો છે.
-
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વસુધૈવ કુટુમ્બકમની થીમ સાથે આયોજિત 'કાંકરિયા કાર્નિવલ 2023'નો શુભારંભ કરાવ્યો.
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
આ પ્રસંગે, AMC અને AUDA ના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું, તેમજ આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ્ડ 'ડ્રો' કરીને લાભાર્થીઓને આવાસની ચાવી અર્પણ કરી. pic.twitter.com/bf1hDsZuyN
">અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વસુધૈવ કુટુમ્બકમની થીમ સાથે આયોજિત 'કાંકરિયા કાર્નિવલ 2023'નો શુભારંભ કરાવ્યો.
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 25, 2023
આ પ્રસંગે, AMC અને AUDA ના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું, તેમજ આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ્ડ 'ડ્રો' કરીને લાભાર્થીઓને આવાસની ચાવી અર્પણ કરી. pic.twitter.com/bf1hDsZuyNઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વસુધૈવ કુટુમ્બકમની થીમ સાથે આયોજિત 'કાંકરિયા કાર્નિવલ 2023'નો શુભારંભ કરાવ્યો.
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 25, 2023
આ પ્રસંગે, AMC અને AUDA ના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું, તેમજ આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઈઝ્ડ 'ડ્રો' કરીને લાભાર્થીઓને આવાસની ચાવી અર્પણ કરી. pic.twitter.com/bf1hDsZuyN
2008માં કાંકરિયા કાર્નિવલની શરૂઆત: મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વધુમાં ઉમેર્યુ હતું કે, વડાપ્રધાને વર્ષ 2008માં કાંકરિયા કાર્નિવલની શરૂઆત કરાવી હતી. લોકો દર વર્ષે આતુરતાથી આ કાર્નિવલની રાહ જોતા હોય છે. આ કાર્નિવલ વર્લ્ડ ફેસ્ટિવલ બની ગયો છે. મુખ્યપ્રધાને આ કાર્નિવાલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમને અભિનંદન પાઠવ્યાં હતા. કાંકરીયા તળાવની કાયાપલટ વડાપ્રધાને કરી હતી અને વર્ષ 2006માં કાંકરિયા લેકફ્રન્ટ બનાવવામાં આવ્યો હતો.