લાંચ અને રૂશ્વત લેતા અધિકારીઓ સામે ACB હંમેશા કડક વલણ રાખતી હોય છે. ત્યારે વધુ એક ટ્રેપ રાજકોટની સિવિલ કોર્ટમાં કરવામાં આવી. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે પોતાના ભાડાના મકાન બાબતે મકાન માલિક સાથે નામદાર સિવિલ કોર્ટમાં દિવાની દાવો ચાલતો હતો. જેમાં મકાન માલિકને કોર્ટ દ્વારા આપવામાં આવેલ નોટીસની બજવણી કરવા બેલીફ વર્ગ-3ના અધિકારી દિલીપભાઈ કોલીએ ફરિયાદી સાથે રૂપિયા 1000ની લાંચની માગ કરી હતી. જો કે ફરિયાદીને ACBની યોગ્ય માહિતી હોવાથી તેને ACBને જાણ કરતા અધિકારીઓએ આરોપીને લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યો હતો.
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)