ગાંધીનગર: કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા નવી શિક્ષણ નીતિની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતના ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ વર્ષ 2023-24ના શૈક્ષણિક વસ્તી નવી શિક્ષણનીતિ અમલી થશે તેવી પણ જાહેરાત કરી હતી. નવી શિક્ષણ નીતિ અનુસાર બાળક 6 વર્ષનો થાય ત્યારે તેને ધોરણ 1માં પ્રવેશ આપવાનો નિયમ છે પરંતુ જો આવું થાય તો બાળકને ભવિષ્યમાં કઈ જાહેર પરીક્ષા માટે વાંધો પડી શકે છે. તે માટે જુઓ ETV ભારતનો વિશેષ અહેવાલ..
બરોડા વાલી મંડળે લખ્યો પત્ર: આ સમગ્ર ઘટના બાબતે બરોડા વાલી મંડળ દ્વારા રાજ્ય સરકારના શિક્ષણ વિભાગમાં પત્ર પણ લખવામાં આવ્યો હતો. જેમાં બાળકોને ધોરણ-1માં જે તે શૈક્ષણિક સંસ્થામાં વર્ષ 2023-24માં પ્રવેશ મળી રહે તે મુજબ નવેમ્બર ડિસેમ્બર 2019 માં જુનિયર સિનિયર કેજી મહા પ્રવેશનું નિશ્ચિત કરેલ હોવાથી એવા બાળકો જૂન 2023માં છ વર્ષ પૂર્ણ ન કરતા હોય તો તેમને જૂન 2023માં પ્રવેશ મળી શકે નહીં. જેથી બાળકોને એક વરસનો ડ્રોપ લેવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જેથી બાળકોનું એક વર્ષ બગડે નહીં તે માટે રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે નિર્ણય કરે તે બાબતની પણ રજૂઆત કરવામાં આવી હતી. જય ગુજરાત સરકારના ઠરાવ નીતિ મુજબ આવનારા શૈક્ષણીક વર્ષે 2023-24 માટે 31 મે 2023ના રોજ 6 વર્ષ પૂર્ણ ન કરેલ હોય અને ધોરણ-1 માં પ્રવેશ ન મેળવે બાળકો વયમર્યાદાના કારણે અનેક પરીક્ષાઓમાં ભાગ લઈ શકશે નહીં. જેથી આવા બાળકોને આંશિક નુકસાનકારક પણ આ નિર્ણય રહી શકે તેવી પણ રજૂઆત વાલી મંડળ દ્વારા કરવામાં આવી હતી.
કઈ પરીક્ષા બાળકોને આંશિક નુકસાન રહેશે:
- નેશનલ ડિફેન્સ એકેડેમી માટેની પ્રવેશ પરીક્ષા માટે ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા તોરણ મુજબ ધોરણ 12માં અભ્યાસ કરતા હોય અથવા ધોરણ 12 પાસ કરેલ હોય તેવા 16.5 થી 19.5 વર્ષની વય મર્યાદા ધરાવતા વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે લાયક છે. જે મુજબ ગુજરાતના બાળકો આ પરીક્ષા માટે લાયક રહેશે નહીં અને જો લાયક રહેશે તો તેઓ ફક્ત એક જ તક મેળવી શકશે.
- ભારત સરકારના નોટિફિકેશન મુજબ આ તારીખ પ્રમાણે સીડીએસ માટેની પ્રવેશ પરીક્ષા માટે વય માપદંડ સ્થાતક થયા પછી 19 થી 25 વર્ષ છે ગુજરાતના બાળકોને સીડીએસ માટે મહત્તમ બે તકો મળશે. જ્યારે નિયમ મુજબ 3 તકો ઉપલબ્ધ હોય છે અને તેથી પસંદગી માટેની એક સુવર્ણ તક પણ ગુજરાતનો બાળક ગુમાવશે.
- ગુજરાતના બાળકો માટે સૈનિક શાળામાં ધોરણ 6માં પ્રવેશ માટેની પ્રવેશ પ્રક્રિયા માટેની વયના માપદંડ 10 થી 12 વર્ષ છે જો કે 31 જુલાઈ સુધી 1 જૂને જન્મેલ બાળક 12 વર્ષ પૂર્ણ કરશે તેથી તે પ્રવેશ માટે પણ પાત્ર ગણાશે નહીં આમ સૈનિક શાળાઓમાં પણ ગુજરાતના બાળકોને એડમિશન મળશે.
- ભારત સરકારના નોટિફિકેશન મુજબ 11.5 થી 13 વર્ષ સુધીના બાળકો માટે ધોરણ 8માં પ્રવેશ મેળવવાના માપદંડો છે જો કે 1 જૂનથી 31 જુલાઈ સુધી 13 વર્ષ પૂર્ણ થશે અને તેથી તેને એક તક મળી શકે છે અથવા તો યોગ્ય તકના પણ મળી શકે જેથી ભારતીય સૈન્ય કોલેજમાં પણ ગુજરાતના વિદ્યાર્થી એડમિશન મેળવવા યોગ્યતા પણ ના હોય શકે.
ગુજરાતના વિદ્યાર્થીઓ લાભ થાય તે માટે શું કરવું?: સમગ્ર ઘટના મામલે ગુજરાતના વિદ્યાર્થીઓને લાભ થાય તે માટે બરોડા વાલી મંડળ દ્વારા રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં ઉંમરનું માપદંડ 31 ડિસેમ્બર સુધી લંબાવવાની વાત કરવામાં આવી હતી જો વય મર્યાદા 31 મેને બદલે વધારીને 31 ડિસેમ્બર કરવામાં આવે તો જે તે વર્ષમાં જન્મેલા તમામ બાળકો એક જ શૈક્ષણિક વર્ષમાં અભ્યાસ સુનિશ્ચિત કરી શકે છે. જ્યારે આગામી શૈક્ષણિક વર્ષની એક જાન્યુઆરીએ જન્મેલા બાળકો શૈક્ષણિક વર્ષ ગુમાવશે નહીં કારણકે CBSC માટે એપ્રિલમાં શૈક્ષણિક વર્ષ શરૂ થાય છે. જ્યારે ગુજરાત રાજ્ય બોર્ડ માટે જૂનમાં જે માત્ર 6 મહિનાનું અંતર છે. હાલની નીતિથી 1 જૂને જન્મેલ બાળક એક શૈક્ષણિક વર્ષ માટેની સંપૂર્ણ તક ગુમાવશે જ્યારે કર્ણાટક અને કેરળમાં હજુ પણ પ્રથમ ધોરણમાં પ્રવેશવા માટેની વયમર્યાદા 5.5 વર્ષની છે. સમગ્ર ભારતમાં નેશનલ એજ્યુકેશન પોલીસી હજુ સુધી અમલીકરણથી મુક્ત છે. તેથી સમગ્ર ભારતમાં નવી શૈક્ષણિક પોલિસીનો અમલીકરણ ન થાય ત્યાં સુધી આ નીતિ પર પુન:વિચાર કરી 31 ડિસેમ્બરના રોજ 5.5 વર્ષ સુધીની વય મર્યાદામાં રાહત આપવા માટેની પણ લેખિત માંગ રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી છે.
રાજ્ય સરકારે લખ્યો પત્ર: આ સમગ્ર ઘટના બાબતે રાજ્યના પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ધોરણ એકમાં છ વર્ષ પૂર્ણ કરવા બાબતની વાતને લઈને રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને પત્ર લખવામાં આવ્યો છે અને આજે પણ પ્રકારની અસુવિધા સામે આવી છે તેનું તાત્કાલિક ધોરણે નિવારણ થાય તે બાબતનું પણ કેન્દ્ર સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે.