અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly Elections) હવે ગણતરીના દિવસો બાકી છે. સત્તાના આ રણમેદાનમાં પોતાના સોગઠાં ખેલવા દરેક પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. 1 અને 5 ડિસેમ્બરે મતદાન થનાર છે. ચૂંટણી જીતવા ભાજપે(bhartiya janta party) મોટી રણનીતિની તૈયારી કરી છે. કેન્દ્રીય નેતાઓ સહિત ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ(chief minister yogi adityanath), ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા(BJP National President JP Nadda) ગુજરાતની મુલાકાતે છે. હેમામાલીની, રવિ કિશન, મનોજ તિવારી પણ ગુજરાતમાં કેમ્પેઈન કરશે.
મતદારોને રીઝવવા યોગી મેદાને: ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સુરતમાં ચૂંટણી સભાને સંબોધી હતી. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ઉત્તર ભારતીય લોકોની સંખ્યા લાખોમાં છે ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election 2022) માટે ઉત્તર ભારતીય મતદાતાઓને રીઝવવા માટે અહીં યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સભાને સંબોધી હતી. મોરબીના વાંકાનેરમાં યોગી આદિત્યનાથે જાહેર સભા યોજી હતી.
ગુજરાતના મોડલની ચર્ચા દેશ-દુનિયામાં: યોગી આદિત્યનાથે મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે જણાવ્યું કે મોરબી અનેક પડકારો સામે ઝઝુમીને ઉભું થયું છે. આજે સમગ્ર દેશ મોરબીની સાથે ઉભો છે. કોરોના સમયે સરકારે સારામાં સારી વ્યવસ્થા કરી. ગરીબ લોકોને વિનામુલ્યે અનાજ આપવામાં આવ્યું. લોકડાઉનની ઘોષણા કરી લોકોને બચાવ્યા. આજે મોદીના કારણે દેશ-દુનિયાના લોકો ગુજરાતને ઓળખે છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતનું એક મોડલ તૈયાર કર્યું છે, જેની ચર્ચા આજે દેશ-વિદેશમાં થાય છે. ભારતનું સૌભાગ્ય છે કે પીએમ મોદી છે." ઉપરાંત તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ તમારી સમસ્યાઓને વાચા આપી શકતી નથી અને ભારતને સુરક્ષિત કરી શકતી નથી. તેઓ રાષ્ટ્રગીતનું પણ સન્માન કરી શકતા નથી."
આ લડાઈ રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવિરોધીઓ વચ્ચે: જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ગાંધીજીએ એવી હિમાયત કરી હતી કે કોંગ્રેસનું વિસર્જન થઈ જવું જોઈએ પરંતુ હજી સુધી થયું નહીં. આ માત્ર ચૂંટણી નથી સત્ય અને અસત્યની લડાઈ છે આ લડાઈ રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રવિરોધીઓ વચ્ચેની છે. જો કોંગ્રેસનું શાસન હજુ સુધી યથાવત હોત તો શું કાશી વિશ્વનાથ મંદિર બની શક્યું હોત? શું કાશ્મીરમાં 370 ની કલમ નાબૂદ થઈ હોત? કોંગ્રેસના શાસનમાં આવું કંઈ પણ શક્ય બન્યું ન હોત તેવું કહીને સીએમ યોગીએ દરેક નાગરિકોને મત આપીને વિજય બનાવવાની અપીલ કરી હતી
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો કાર્યક્રમ:
- CM યોગી આજે સવારે 9.40 કલાકે અમૌસી એરપોર્ટ લખનૌથી રવાના થશે
- CM સવારે 11.40 કલાકે ગુજરાતના રાજકોટ એરપોર્ટ પર પહોંચશે
- બપોરે 12.05 કલાકે ગુજરાતના મોરબી જિલ્લામાં પહોંચશે
- 12.15 થી 1.15 વાગ્યા સુધી - વાકાનેર વિધાનસભામાં ઉમેદવારના સમર્થનમાં જાહેર સભા
- બપોરે 1.25 કલાકે વાકાનેર મોરબીથી રવાના
- બપોરના 2.25 કલાકે ભરૂચ જિલ્લા ઝઘડિયા ખાતે પહોંચશે
- બપોરે 2.40 થી 3.30 - ઝઘડિયા વિધાનસભાના ઉમેદવાર માટે જાહેર સભા
- બપોરે 3.35 કલાકે ભરૂચના ઝઘડિયાથી રવાના
- 4.25 કલાકે સુરત એરપોર્ટથી રવાના થશે
- CM સાંજે 5 વાગ્યે હેલીપેડ ખોડિયાર ચોકડી સુરત પહોંચશે
- સાંજે 5 થી 5.45 દરમિયાન સુરત વિધાનસભાના ઉમેદવાર માટે જાહેર સભા
- ખોડિયાર ચોકડીથી સાંજે 5.45 કલાકે હેલીપેડથી રવાના
- સુરત એરપોર્ટથી સાંજે 6.15 કલાકે રવાના
- CM યોગી સાંજે 7.50 કલાકે અમૌસી એરપોર્ટ લખનૌ પહોંચશે