આણંદ નગરપાલિકાના વિવિધ વિકાસના કાર્યો અને વિવિધ સરકારી યોજનાઓના લાભ પ્રજાને મળી રહે તે માટે નવા વિકાસના કામોનું લોકાર્પણનો કાર્યક્રમ આણંદના એમડી સાયન્સ પટેલ કોલેજના પટાંગણમાં યોજાયો હતો. જેમાં 5.26 કરોડના ખર્ચે તૈયાર થયેલા બાકરોલ તળાવનું લોકાર્પણ, અવકુડા નિર્મિત 1.30 કરોડના ખર્ચે કૃષિ યુનિવર્સિટી કોલેજથી દાંડી માર્ચને જોડતા માર્ગનું લોકાર્પણ, અમૃત પ્રોજેક્ટ હેઠળ 16.86 કરોડના ખર્ચે અમુલ ડેરી રોડ ઉપર તૈયાર થનાર સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને ઉત્પાદનના નવિનીકરણના પ્રોજેક્ટનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. સાથે જ મુખ્યપ્રધાન એમબી પટેલ સાયન્સ કોલેજમાં જાહેર સભાને સંબોધિત કરી હતી.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આણંદ નગરપાલિકા દ્વારા અનેક વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે. હું આજે ખાતમુહર્ત અર્થે અહીં આવી આનંદની લાગણી અનુભવું છું. નગરપાલિકા દ્વારા આગામી સમયમાં દરેક ઘરને 'હર ઘર નલ સે જલ' યોજના થકી આણંદવાસીઓને સો ટકા પાણી મળી રહે તે દિશામાં કામગીરી કરવા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.