અમદાવાદઃ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને અમદાવાદની કે. ડી. હોસ્પિટલથી મુંબઈ ખસેડવામાં આવ્યા છે. બ્રેઈન સ્ટ્રોકનો હુમલો આવતા એમને સૌ પ્રથમ અમદાવાદની કે.ડી. હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. એ પછી બીજા દિવસે એટલે કે, સોમવારે સવારે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાનું સુત્રોમાંથી જાણવા મળે છે. રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ પણ મુંબઈ જવા રવાના થયા છે. એવું સુત્રો જણાવી રહ્યા છે.
સીએમના પુત્રની હિન્દુજામાં સારવાર શરૂ થઈ ગઈ : ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર શરૂ કરી દેવાઈ છે. હિન્દુજા હોસ્પિટલના ન્યૂરો સર્જન બી કે મિશ્રાના અંડરમાં તેમની સારવાર ચાલુ થઈ છે અને ડોકટરે ચાર કલાક સુધી આરામ કરવા કહ્યું છે, અને ચાર કલાક પછી તેમના હેલ્થનું અપડેટ આવશે, ત્યાર પછી તેમની વધુ સારવાર અંગે ડોકટર નિર્ણય કરશે.
આ પણ વાંચોઃ Mann Ki Baat 100 Episode: મિતેષ પટેલ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
ઑપેરશન કરાયુંઃ ગુજરાતના CMના પુત્રને બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ ઓપરેશન કરવામાં આવ્યું હતું. એ પછી એમની હાલત સ્થિર હોવાનું હોસ્પિટલમાંથી જાણવા મળ્યું હતું. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજને રવિવારે બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. તેની પછી સર્જરી કરાઈ હતી. એ બાદ હાલાત સ્થિર હતા. તેમ હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું. અનુજ પટેલને બપોરે 2:45 કલાકે કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. નિષ્ણાંત તબીબોની ટીમની દેખરેખ હેઠળ છે," સુવિધાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. બુલેટિન જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ Bhuj Sleeping Officer: મીઠી ઊંઘ મોંઘી પડી, સૂઈ જવા બદલ યુદ્ધના ધોરણે અધિકારી સસ્પેન્ડ
હેલ્થ બુલેટિન અપડેટઃ અમદાવાદના એસજી હાઇ-વે પર આવેલ કેડી હોસ્પિટલ દ્વારા મેડિકલ બુલેટિન ઇસ્યુ કરવામાં આવ્યું હતું. બુલેટિનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજ્યના મુખ્યપ્રધાન પટેલના સુપુત્ર અનુજ પટેલને બ્રેન સ્ટોપ થતા તાત્કાલિક સારવાર માટે 2.45 કલાકે KD હોસ્પિટલ ખાતે દાખલ કરી સર્જરી કરવામાં આવેલ હતી. તજજ્ઞ ડોક્ટરોની ટીમની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી હોવાનું સત્તાવાર નિવેદન કેડી હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર પાર્થ દેસાઈએ આપ્યું હતું. ગુજરાત સ્થાપના દિવસ નિમિતે જામનગર ખાતે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. પણ જામનગરની ખાતે થનારી આ ઉજવણીમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત નહીં રહે.