ETV Bharat / state

Ahmedabad Crime News: ચેઈન સ્નેચિંગ કરતી 'તુફાની ગેંગ'ના સાગરિતો ઝડપાયા, કોડવર્ડ હતો "આજ કુછ તુફાની કરતે હૈ" - 2 આરોપી ઝડપાયા 2ની શોધખોળ ચાલુ

અમદાવાદ શહેરમાં ચેઈન સ્નેચિંગના ગુના વધી રહ્યા છે. એવામાં શહેર ક્રાઈમ બ્રાન્ચે બે ચેઈન સ્નેચરની ધરપકડ કરી છે. આ બંને આરોપી ચેઈન સ્નેચિંગ ગેંગના સભ્ય હોવાનું માલૂમ પડ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે પુછપરછ કરીને વધુ તપાસ હાથ ધરી છે. વાંચો સોનાના દોરા લૂંટતી ગેંગ વિશે વિગતવાર

ચેઈન સ્નેચિંગ ગેંગના બે સભ્યો ઝડપાયા
ચેઈન સ્નેચિંગ ગેંગના બે સભ્યો ઝડપાયા
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 20, 2023, 2:16 PM IST

અમદાવાદઃ શહેર ક્રાઈમ બ્રાન્ચને બે ચેઈન સ્નેચર ઝડપી લેવામાં સફળતા હાથ લાગી છે. પુછપરછમાં આ બંને આરોપી એક ચેન સ્નેચિંગ ગેંગના સભ્યો હોવાનું સામે આવ્યું છે. સભ્યોએ આ ગેંગનું નામ 'તુફાની ગેંગ' રાખ્યું હતું. આ ગેંગમાં કુલ ચાર યુવકો સામેલ હતા. જેઓ અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં ચેન સ્નેચિંગ કરતા હતા.

સોનાની ચાર ચેન જપ્ત કરાઈઃ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આપેલી માહિતી અનુસાર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી ચેઈન સ્નેચિંગ કરનારા બે આરોપી ઝડપાઈ ગયા છે. નારોલ કોઝી હોટલ પાછળથી ગોમતીપુરના મોહમ્મદ હયાન અન્સારી તેમજ દરિયાપુરના મહંમદ મોઈન શેખની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી રૂપિયા 2,14,000થી વધુની કિંમતની સોનાની ચાર ચેઈન જપ્ત કરવામાં આવી છે.

'તુફાની ગેંગ' નામ આપ્યુંઃ આરોપી મોહમ્મદ હયાન અન્સારી, મહંમદ મોઈન શેખ સિવાય બીજા બે આરોપીઓ તુફેલ ઉર્ફે માઉઝર શેખ તેમજ ઈમરાન ઉર્ફે કાણો મેવાતી પોતાની ગેંગને 'તુફાની ગેંગ' તરીકે ઓળખાવતા હતા. તમામ આરોપીઓ બેરોજગાર હતા. પૈસાની જરૂર પડતાં જ તેઓ ચેન સ્નેચિંગ કરીને ખર્ચો કાઢતા હતા. તેમણે ચેન સ્નેચિંગ માટે કોર્ડવર્ડ "આજ કુછ તુફાની કરતે હૈ" રાખ્યો હતો.

નંબર વગરની મોટર સાયકલ વાપરતાઃ 'તુફાની ગેંગ'ના સભ્યો ચેઈન સ્નેચિંગ માટે નંબર વિનાની મોટર સાયકલનો ઉપયોગ કરતા હતા. છેલ્લા એક મહિનાથી વહેલી સવાર અને મોડી રાત્રે મણિનગર, કાલુપુર તેમજ કાગડાપીઠ વિસ્તારમાં ચેઈન સ્નેચિંગ કરતા હતા. સફળતાથી ચેઈન લુંટાઈ ગયા બાદ બાઈક પર ફિલ્મી સ્ટાઈલમાં ચેઈન ફેરવતા હતા. લુંટની સફળતાની પાર્ટી પણ કરતા હતા. જેમાં હાઈવેની હોટલો પર જઈ કોલ્ડડ્રિંક અને વેફરની મોજ માણતા હતા.

ચેઈન વેચવા જતા ઝડપાઈ ગયાઃ લુંટેલી સોનાની ચેઈન વેચવા જતા આ આરોપીઓ ઝડ પાયા હતા. તેઓ અગાઉ સરખેજ, મણિનગર, રામોલ, દરિયાપુર, શહેર કોટડા, આનંદ નગર, ગુજરાત યુનિવર્સિટી, બાપુનગર, પાલડી, વેજલપુર, શાહપુર, માધવપુરા એલિસબ્રિજ સહિતના 13 પોલીસ સ્ટેશનના ગુનામાં ઝડપાયા હતા.

  1. Junagadh Crime: મોબાઈલ અને સોનાના ચેનની ચિલ ઝડપ કરી ગઠીયો ફરાર, સીસીટીવીમાં થયા કેદ
  2. મોબાઈલ સ્નેચિંગ કરતો 'શાહરૂખ' ઝડપાયો, સરખેજ પોલીસે ભણાવ્યો પાઠ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.