- 21 જૂન 2015થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થઈ હતી શરૂઆત
- રોગ સામે લડીને નવજીવન મેળવવાનું એકમાત્ર અમોઘ શસ્ત્ર યોગ પ્રાણાયામ છે
- માંડલ મહાત્મા શાળામાં 100થી વધુ ભાઈઓ-બહેનો અને યુવાનોએ યોગ કર્યા
અમદાવાદઃ યોગ અને પ્રાણાયમનું મહત્વ હિન્દુ શાસ્ત્રોમાં પણ બતાવવામાં આવે છે ઋષિમુનીઓ પણ દરરોજ નિયમિત્ત યોગ કરતાં અને તેમનું જીવન હમેંશા તંદુરસ્ત રહેતું હતું. યોગ એ માનવજીવન માટે ખુબ ઉપયોગી છે. આજે સોમવારે 21 જુનના સમગ્ર વિશ્વમાં યોગ દિન તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) એ સમગ્ર રાષ્ટ્રને યોગમય બનવાની પ્રેરણા આપી છે.
યોગનું મહત્વ, યોગથી થતાં ફાયદા વિશે જાણકારી અપાઈ
યોગ દિવસની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવે છે. સંપુર્ણ રાષ્ટ્રમાં લોકોએ યોગ-સંસ્કૃત અને આયુર્વેદિક સંશાધનો અપનાવ્યાં છે. યોગ કોરોનાની મહામારીમાં કારગીર સાબિત થયો છે. આજે સોમવારે યોગ દિનની ઉજવણીના ભાગરૂપે માંડલ મહાત્માં ગાંધી વિનય મંદિર શાળાના કેમ્પસમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તમામને યોગનું મહત્વ, યોગથી થતાં ફાયદા અને સુર્યનમસ્કાર કરાવવમાં આવ્યાં હતા.
આ પણ વાંચોઃ પાટણમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ
ત્રિ-દિવસીય યોગ શિબીર યોજાઈ
આ યોગ શિબીર માંડલના હાઈસ્કુલ કેમ્પસમાં તારીખ 19થી 21 જુન ત્રિ-દિવસીય યોજાઈ હતી. આ શિબીરમાં માંડલ સોસાયટી વિસ્તાર સહિતના 100થી વધુ ભાઈઓ-બહેનો અને યુવાનોએ ભાગ લીધો હતો. આ યોગમાં R.S.S.ના કાર્યકરો, સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના કાર્યકર્તાઓ, માંડલ પોલીસ સ્ટાફ અને ભાજપના કાર્યકરો, આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે કપાલભારતી, ભ્રામરી પ્રાણાયમ, સુર્ય નમસ્કાર, હાસ્યાસન સહિતના યોગ કરાવવામાં આવ્યાં હતાં.