વેદાંત પરિવાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી એન્યુઅલ ડેની ઉજવણી ડિસેમ્બર મહિનામાં કરવામાં આવતી હોય છે અને બાળકોને 1 ચોક્કસ થીમ ઉપર ડાન્સ, નાટક અને સ્પર્ધાઓમાં ભાગ લેવડાવવામાં આવે છે. આ વર્ષે જંગલ સફારી, એલિમેન્ટ્સ ઓફ નેચર અને લાઈફ ઇસ બ્યુટીફૂલની થીમ રાખવામાં આવી હતી. જેમાં પ્રાથમિક સ્કૂલથી લઈને દરેક ધોરણના બાળકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ ઋત્વી વ્યાસ જણાવ્યું હતું કે, એન્યુઅલ ડેની ઉજવણી કરવાથી સ્કૂલમાં ભણતા દરેક બાળકના ઇનર ટેલેન્ટને જાણવામાં ખુબજ મદદરૂપ થાય છે અને તેઓને ખુબજ સુંદર પ્લેટફોર્મ મળી રહે છે. જેથી તેમને સ્ટેજ ફિઅર તો દૂર થાય છે, પરંતુ આ થીમ દ્વારા તેઓને ભણતર સાથે જીવનની જરૂરી વસ્તુનું પણ જ્ઞાન મળી રહે છે અને હું પેરેન્ટ્સને પણ ખુબ આભારી છું કે તેઓએ પણ ખુબજ સરસ રીતે સાથ આપ્યો છે.