અમદાવાદઃ કેડીલા ફાર્મા અને અક્ષયપાત્ર ફાઉન્ડેશન સાથે મળીને અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની 38 સરકારી પ્રાથમિક શાળાઓમાં ભણતા 10,863 વિદ્યાર્થીઓને અમર્યાદિત મધ્યાહન ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરી હતી.
અક્ષયપાત્ર ફાઉન્ડેશનના વાઈસ પ્રેસિડેન્ટ રાયા રામ દાસા જણાવે છે કે, "કેડીલા ફાર્મા અને અક્ષયપાત્ર ફાઉન્ડેશન લાંબા સમયથી સંબંધ ધરાવે છે. દેશમાં લોકડાઉન લગાવાયું ત્યારથી હજારો પરિવારોને માઠી અસર થઈ છે. જેમને વિપરિત અસર થઈ છે. તેમાં સરકારી શાળાઓના બાળકોનો સમાવેશ થાય છે. આ બાળકો પૌષ્ટિક મધ્યાહન ભોજનથી વંચિત રહ્યા છે. કેડીલા ફાર્માએ જે સહયોગ પૂરો પાડ્યો છે. તેની અમે કદર કરીએ છીએ.”
આ પ્રયાસ કલેક્ટર ઓફિસ, શિક્ષણ વિભાગ અને વિવિધ ગામની સ્થાથિક પંચાયતો ઉપરાંત અક્ષયપાત્ર ફાઉન્ડેશનના સહયોગથી હાથ ધરાયો છે અને અત્યાર સુધીમાં અમે કપ્તાનપુરા, મોટી ભોયણ 1 અને 2, ભીમાસણ ગામને આવરી લીધાં છે અને આગામી મહિનાઓમાં ગાંધીનગર અને ભરૂચ જિલ્લાના ગામો સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું.”
સરકાર મારફતે ઘઉં અને ચોખાના વિતરણ ઉપરાંત આ કીટનું વિતરણ કરાયું છે. વિદ્યાર્થીઓનાં માતા-પિતાને આ કીટ લેવા બોલાવાયાં હતાં. ભીડ થાય નહી અને સોશિયલ ડિસ્ટન્સીંગ થાય તે રીતે સમય ફાળવીને વિતરણ કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત કોવિડ-19થી કઈ રીતે બચવુ તે અંગે સ્થાનિક ભાષામાં છપાયેલી માહિતી પૂરી પાડવામાં આવી હતી.
કેડીલા ફાર્મા તેની કોર્પોરેટ સામાજીક જવાબદારીની પ્રવૃત્તિઓમાં હંમેશાં સક્રીય રહી છે. જૂન માસમાં કેડીલાએ લૉકડાઉનથી અસર પામેલા લોકોને આવશ્યક ચિજોના 5,000 કીટ, સેનેટાઈઝર અને માસ્કનુ વિતરણ કર્યુ હતું. આ ઉપરાંત અંકલેશ્વર જિલ્લામાં હાંસોટ ખાતે આવેલા કાકા-બા હૉસ્પિટલ દર્દીઓની વિના મૂલ્યે સારવાર કરી રહી છે. કેડીલા ફાર્મા બાળકોના શિક્ષણ માટેની પ્રવૃત્તિઓમાં સક્રીય છે. આ ઉપરાંત વિતેલા વર્ષોમાં કંપનીએ 80,000થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યુ છે. આ ઉપરાંચ ગ્રામ વિકાસની પ્રવૃત્તિમાં પણ કંપની સક્રિય છે.