વાયુ વાવાઝોડામાં નાગરિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારને માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સૌરાષ્ટ્રના પ્રવાસન યાત્રાધામોની એક્સપ્રેસ અને પ્રિમીયમ બસોની સેવા 3 દિવસ માટે રદ કરવામાં આવી છે.
નિગમ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે, વાવાઝોડાની ગંભીરતાને ધ્યાનમાં લઇને મુસાફરોના જાન અને માલની સલામતીને લક્ષમાં લઇ નિગમ દ્વારા આ નિર્ણય લેવાયો છે. ઉપરાંત આ બસોમાં નિગમની ઓનલાઇન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ દ્વારા રિઝર્વેશન કરાયેલ મુસાફરોને તેમના નોંધાવેલા મોબાઇલ નંબર ઉપર ‘બસ રદ’ એવા SMS દ્વારા જાણ કરી દેવાઇ છે અને રિઝર્વેશનની રકમનું ઓટો રીફંડ પણ તેમને ઝડપથી મળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.