ગાંધીનગરઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત મુલાકાતના કારણે પાછળ ઠેલાયેલુ વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરુ થશે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલતા આંદોલનની આડમાં વિરોધ પક્ષ સત્ર ગજવે તેવી શક્યતા છે.
આજથી શરુ થતા સત્રમાં વિપક્ષ શાસક પક્ષને ઘેરવા જોરદાર રીતે સત્રને તોફાની બનાવે તેવા એંધાણ વર્તાય રહ્યા છે. તો વિપક્ષ પ્રેરિત ગતિરોધને રોકવા સત્તાધારી પક્ષે પણ રણનીતિ બનાવી છે.
બીજી બાજુ રૂપાણી સરકાર વતી નાણાપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આઠમી વાર બજેટ રજૂ કરશે. જેમાં શ્રેણીબદ્વ વિકાસલક્ષી જાહેરાતો થઈ શકે છે.