અમદાવાદ: દિનેશ શર્માએ બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે, શાસક પક્ષ બજેટ દિશાવિહીન છે. જેમાં શહેરની પ્રાથમિક સુવિધાઓને લઇને કોઇપણ વાત કરવામાં આવી નથી. જેમાં પાણીની પાઈપલાઈન હોય તેનો કોઈ રોડમેપ બનાવવામાં આવ્યું નથી. આ બજેટે લોકોને ગુમરાહ કરે તેવું બનાવવામાં આવ્યું છે. આ બજેટમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભષ્ટ્રાચાર વધી રહ્યો છે. તેમજ અનેક કૌભાંડો સામે આવે છે. આપણે આમ પાંચ હજાર કરોડના વિકાસ કામો થવાની વાત માત્ર કાગળ પર જ છે. તે લોકોને સપના જ બતાવે છે.
વિપક્ષના સુધારો
1. તમામ મલ્ટીલેવલ પાર્કિંગને પ્રથમ કલાક માટે ફ્રી કરવામાં આવે.
2.શહેરમાં સ્કૂલ-કોલેજ ટ્યુશન ક્લાસમાં જવા માટે વિદ્યાર્થીઓને ફ્રી AMTS, BRTS બસ સેવા પૂરી પાડવામાં આવે.
3. ટ્રાફિકજામ વધુ છે, ત્યાં રોજ જાહેર કરી અને નાના કટ બંધ કરી નો યુ ટર્ન જાહેર કરવામાં આવે.
4. કોમર્શિયલ મિલકતોમાં પાણીના દરો નક્કી કરવામાં આવે.
5. પીવાનું પાણી પૂરું પાડવા માટે નીતિગત નિર્ણય તાત્કાલિક લેવામાં આવે.
6.પાણી ચોરી રોકવા માટે પેનલ્ટી પોલીસી બનાવવામાં આવે.
7.નાગરિકોને દુઃખદ પ્રસંગે રાહત ભાવે કોમ્યુનિટી હોલ ભાડે આપવામાં આવે.
8.હોસ્પિટલમાં સિનિયર સિટીઝનોને તમામ સારવાર અને દવાઓ આપવામાં આવે.
9. નવા વિસ્તારમાં નવા રોડ બનાવવામાં આવે.
10. વિવિધ ટીપી સ્કિમના 250 ખુલ્લા પ્લોટમાં બાળકો માટે પ્લેગ્રુપ બનાવવામાં આવે.
11.આશ્રમ રોડ, ડ્રાઈવિંગ રોડ જેવા દસ રાજમાર્ગ પર ઓએડિસ્ટ્રીયન રોડ બનાવવામાં આવે.
12.બાળકો માટે લ્ટી સ્પેશ્યાલિટી પીડીયાટ્રીક હોસ્પિટલ બનાવવામાં આવે.
13. હેરિટેજ વિસ્તારમાં ટુરિસ્ટ પ્લાન બનાવવામાં આવે.