ETV Bharat / state

Border Road Organization: BROના 75 જવાનો ભારતની 20 હજાર કિલોમીટરની બોર્ડરની સફરે - Indian Army Engineer

ભારતીય સૈન્યના (Indian Army) પરિવહન માટે બોર્ડરને નજીક આવેલા રાજ્યોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ હેતુસર 1960માં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની (Border Road Organization) સ્થાપના કરવામાં આવી હતી. આ ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયન આર્મીનો જ એક ભાગ છે, જેમાં ઇન્ડિયન આર્મીના એન્જિનિયર (Indian Army Engineer) અને જવાનોનો સ્ટાફ હોય છે. આર્મી માટે સરહદી રાજ્યોમાં તેઓ વ્યૂહાત્મક રસ્તાઓ, ટનલ, બ્રીજ વગેરેનું નિર્માણ કરતા હોય છે.

Border Road Organization: BROના 75 જવાનો ભારતની 20 હજાર કિલોમીટરની બોર્ડરની સફરે

author img

By

Published : Dec 18, 2021, 3:45 PM IST

અમદાવાદ: ભારતીય સૈન્યના (Indian Army) પરિવહન માટે બોર્ડરને નજીક આવેલા રાજ્યોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ હેતુસર 1960માં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનની (Border Road Organization) સ્થાપના કરવામાં આવી હતી. ઇન્ડિયન આર્મીના એન્જિનિયર (Indian Army Engineer) અને જવાનોનો સ્ટાફ હોય છે. આર્મી માટે સરહદી રાજ્યોમાં તેઓ વ્યૂહાત્મક રસ્તાઓ, ટનલ, બ્રીજ વગેરેનું નિર્માણ કરતા હોય છે.

Border Road Organization: BROના 75 જવાનો ભારતની 20 હજાર કિલોમીટરની બોર્ડરની સફરે

2021-22ના બજેટમાં 21 હજાર કરોડનું બજેટ BROને ફાળવાયુ

બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (Border Road Organization) દ્વારા 19 રાજ્ય, ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો ઉપરાંત અફઘાનિસ્તાન, શ્રીલંકા, મ્યાનમાર, ભૂટાન, તઝાકિસ્તાન જેવા પાડોશી દેશો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરે છે. તેઓ પહાડો ચીરીને તેમજ નદીઓ ઓળંગીને બ્રિજ અને રસ્તાનું નિર્માણ કરતા હોય છે. 2021-22માં કેન્દ્ર સરકાર દ્વારા BRO (Border Road Organization) માટે 21 હજાર કરોડનું બજેટ (21 Thousand Crore Budget For BRO) ફાળવવામાં આવ્યું છે. ખાસ કરીને ચીન બોર્ડર (China Border) સાથે સંકળાયેલ રસ્તાઓના નિર્માણમાં તેનું મહત્વ વધી જાય છે. ફાઇટર જેટ ઉતરી શકે તેવા રસ્તાઓનું નિર્માણ કરવું તે અઘરું કામ છે કારણ કે, ઝડપ અને ભારે વજન ખમી શકે તેવું મટીરીયલ અને ડિઝાઇન બનાવવી પડે છે.

કચ્છ જશે 75 જવાનોનો કાફલો

આઝાદીના 75 વર્ષ પર બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના 75 જવાનો 14 ઓક્ટોબરથી મોટરસાયકલ ઉપર ભારતની સીમાઓના પરિભ્રમણ કરવા નીકળ્યા છે, જે 20 હજાર કિલોમીટર જેટલો વિસ્તાર થાય છે. વાત કરીએ તો તેને અત્યાર સુધીમાં કુલ 18 હજાર કિલોમીટરનો પ્રવાસ પૂર્ણ કર્યો છે. આજે અમદાવાદથી તેઓ ભુજ જવા નીકળ્યા છે. જ્યાંથી તેઓ બાડમેર અને અમૃતસર થઈને દિલ્હી પહોંચશે. તેમનો આ પ્રવાસ પર 27 ડિસેમ્બરના રોજ અંત આવશે.

જાણો આ પ્રવાસના ઉદ્દેશ વિશે
તેઓ આ સફર દરમિયાન યુવાઓને રોડ એકસીડન્ટ પ્રત્યે જાગૃત કરવા અને દેશ નિર્માણના કાર્યમાં જોડાવા હાકલ કરી રહ્યા છે આ સાથે તેઓ BROનું કાર્ય શું છે તેનાથી લોકોને પરિચિત કરવામાં આવશે. આ સફરમાં તેમની સાથે સતત એક એમ્બ્યુલન્સ અને આર્મીની ગાડી રહેશે.

આ પણ વાંચો: રાજનાથ સિંહે લદાખમાં BROનાં 63 માળખાગત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું

આ પણ વાંચો: IMA POP: યૂપીના સૌથી વધુ જીસી, ઉત્તરાખંડના પણ 37 કેડેટ બનશે લેફ્ટનન્ટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.