ETV Bharat / state

Bomb rumour in flight: યાત્રીના નંબર પરથી મેસેજ મળ્યો, આપકી ફ્લાઇટ મે બોમ્બ હૈ

અમદાવાદમાં ફ્લાઈટમાં બૉમ્બની ખોટી માહિતી (Bomb rumour in flight) આપનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ખોટી માહિતી ફેલાવનાર પર થઇ શકે છે આજીવન કેદની સજા.

Bomb rumour in flight: યાત્રીના નંબર પરથી મેસેજ મળ્યો, આપકી ફ્લાઇટ મે બોમ્બ હૈ
Bomb rumour in flight: યાત્રીના નંબર પરથી મેસેજ મળ્યો, આપકી ફ્લાઇટ મે બોમ્બ હૈ
author img

By

Published : Feb 1, 2023, 7:53 PM IST

અમદાવાદ: મંગળવારે સાંજે એરપોર્ટ પર દીલ્હી જતી ફ્લાઇટમાં બોમ્બ હોવાનો કોલ મળતા જ સુરક્ષા એજન્સીઓ દોડતી થઇ ગઇ હતી. જો કે તપાસ દરમિયાન ફેક કોલ હોવાની માહિતી મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. બોર્ડિંગ ગેટ પર હાજર અધિકારીએ બોર્ડિંગ માટે પેસેન્જરને ફોન કરતાં તેણે ફ્લાઇટમાં બોમ્બ હોવાની ખોટી માહિતી આપી હતી.

યાત્રીના નંબર પરથી મેસેજ મળ્યો, આપકી ફ્લાઇટ મે બોમ્બ હૈ પોલીસએ દબોચી લીધો

પોલીસ દોડતી થઇ હતી: અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક ફ્લાઇટ સાંજના 5.20 વાગ્યે અમદાવાદથી દીલ્હી માટે ઉડાન ભરવાની હતી. ફ્લાઇટના પેસેન્જરનું બોડિંગ 4.59 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું હતું. જે ફ્લાઇટમાં કુલ 53 મુસાફરો પ્રવાસ કરવાના હતાં. બોર્ડિંગ ગેટ પર હાજર અધિકારી ફ્લાઇટમાં પ્રવાસ કરનાર મુસાફરો કે જેઓને બોડિંગ બાકી હતું તેઓને ફોન કરાઈ રહ્યો હતો. વિનીત નોડીયલ નામના પેસેન્જરને ફોન કરતા ફોન રીસીવ કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે મેં ક્યુ આવું, મુજે મરના નહીં હૈ આપકી ફ્લાઈટ મેં બોમ્બે હૈ. તેમ કહીને ફોન કટ કરી દીધો હતો. જે અંગેની જાણ સુરક્ષા એજન્સીને કરતાં પોલીસ દોડતી થઇ હતી.

આ પણ વાંચો MD Drugs Case Ahmedabad: સરસપુરમાંથી 5 લાખથી વધુના MD ડ્રગ્સ સાથે એક યુવક ઝડપાયો

પોલીસએ તપાસ શરૂ કરી: ફ્લાઇટમાં બોમ્બ હોવાનું કહીને ફોન કટ કરી દેવાતા પોલીસએ તપાસ શરૂ કરી હતી. થોડી મિનિટોમાં મુસાફર વિનીત નોડીયલ કાઉન્ટર પર આવતા જણાવ્યું હતું કે તેની ફ્લાઈટની ટિકિટ તેની કંપનીના એડમીન ડિપાર્ટમેન્ટ તરફથી બુક કરવામાં આવી છે. બુકિંગમાં જે મોબાઈલ નંબર અને ઇમેલ એડ્રેસ લખાવવામાં આવેલુ હતુ તે તેનું નથી. કંપનીના એડમીન ઓફિસમાં નોકરી કરતા ભુપેન્દ્રસિંહ નાયકે ટિકિટ બુક કરાવેલ છે. તેનો મોબાઇલ નંબર તેમજ ઈમેલ એડ્રેસ નાખેલ છે. તેણે જ એરપોર્ટ દ્વારા કરાયેલો ફોન રિસીવ કર્યો છે.

આ પણ વાંચો Ahmedabad Crime News : TMT સળિયાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર ઝડપાયો

શંકાસ્પદ વસ્તુ: ઘટનાની ગંભીરતાને લઈને સેન્ટ્રલ એજન્સીઓ તરત જ એરપોર્ટે પહોંચી હતી અને ફાયર વિભાગની ટીમએ તપાસ કરતા બોમ્બ જેવી કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. પોલીસે આ સમગ્ર મામલે મુસાફર અને ફોન રિસીવ કરનાર બંન્ને સામે ફરિયાદ નોંધીને મુસાફરી કરનાર વિનીત નોડિયલની ધરપકડ કરી હતી. આ મામલે એરપોર્ટ પોલીસે IPCની કલમ 507, 114 તેમજ THE SUPPRESSION OF UNLAWFUL ACTS AGAINST SAFETY OF CIVIL AVIATION ACT, 1982 ની કલમ 3A(1), 3A (B) મુજબ ગુનો દાખલ કર્યો છે. જે કલમો હેઠળ દોષીત આરોપીને આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે.

ધમકી ભર્યા પત્ર: આ સમગ્ર મામલે વિનીત નોડીયલની કોઇ ભૂમિકા છે કે કેમ અને આરોપીએ શા માટે આ પ્રકારની માહીતી આપી હતી, તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે 26મી જાન્યુઆરીએ અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં બ્લાસ્ટ કરવાની ધમકીના પગલે શહેર પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે એરપોર્ટ પર બોમ્બ હોવાનો ફેક ફોન કરનાર મુખ્ય વ્યક્તિને પકડવા માટે કવાયત તેજ કરી છે.

નગરજનોને ખાસ અપીલ: અમદાવાદ શહેર પોલીસ દ્વારા નગરજનોને ખાસ અપીલ કરવામાં આવી છે કે મજાકમાં અથવા તો કોઈપણ પ્રકારે ખોટા ફોન કે મેસેજ કરી આ પ્રકારનું કૃત્ય ન કરવું. આ પ્રકારની ખોટી પ્રવૃત્તિ કરનાર વ્યક્તિ સામે કડકમાં કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. આ અંગે ઇન્ચાર્જ જી ડિવિઝન ACP પી.પી પીરોજીયાએ જણાવ્યું હતું કે આ બાબતની ગંભીરતાને લઈને પોલીસ અને CRPF સહિતની અનેક એજન્સીઓએ તપાસ કરી હતી, જોકે આ કોલ ફેક હોવાની હકીકત સામે આવી છે. લોકોને પણ અપીલ છે કે આ પ્રકારે ફેક ફોન કરીને લોકોની સુરક્ષા સામે ખતરો ઉભો ન કરે. આવા કિસ્સામાં આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.