આ અવસર પર વરૂણ ધવન, નોરા ફતેહી, રેમો ડિસોઝા, ધ્વની ભાનુશાળી સહિતના બોલિવૂડ સ્ટાર્સ હાજર રહ્યા હતા. વરૂણ ધવને ગુજરાતીમાં લોકો સાથે વાતચીત કરી હતી અને આ કાસ્ટને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. તે લોકોએ કેમ છો...થી વાતચીતની શરૂઆત કરી હતી.
કિરણ કુમાર કે જેમને ફિલ્મ્સ અને ટીવી સીરિયલ્સમાં કામ કર્યું છે. કિરણ કુમારે 'તેજાબ', 'ખુદગર્ઝ', 'ખતરો કે ખિલાડી', 'મૈં તેરા દુશ્મન', 'દોસ્ત', 'આજકા અર્જુન', 'થાનેદાર', 'હીના', 'ખુદા ગવાહ', 'વિશ્વાત્મા', 'બોલ રાધા બોલ', 'અંજામ', 'બેવફા સનમ', 'કાલિયા', 'જંજીર', 'ધડકન', 'યે રાસ્તે હૈ પ્યાર કે', 'મુજસે શાદી કરોગે' અને 'બ્રધર્સ' જેવી અનેક ફિલ્મ્સમાં કામ કર્યું છે. આ સિવાય તેણે 'સારા આકાશ', 'કિટ્ટી પાર્ટી', 'ઘુટન' અને 'આંધી' જેવી અનેક ટીવી સીરિયલ્સમાં પણ કામ કર્યું છે. તેમને ગૌરવવંતા એવૉર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
જીગરદાન ગઢવી કે જે ગુજરાતની કેટલીક કોમ તેના લોક સંસ્કૃતિ પ્રત્યેના પ્રેમ માટે જાણીતી છે. મોટા ભાગના લોકસાહિત્યકારો આ કોમો સાથે સંકળાયેલા છે અને આવી જ એક ગૌરવવંતી કોમ એટલે ગઢવી રાજા રજવાડાઓના સમયથી સંગીત સાથે સંકળાયેલા ગઢવીઓના સંગીતની વાત ખૂબ નિરાળી છે અને ગઢવી કોમનું આવું જ એક મોંઘેરું રતન એટલે જીગરદાન ઈશ્વરદાન ગઢવી.
ગિટાર, પ્યાનો અને હાર્મોનિયમ જેવા સાધનોના સથવારે સંગીતની ધૂન છેડતા જીગરદાન ‘મોગલ આવે’ ગાતા હોય ત્યારે સ્વાભાવિક પણે માતાજીની આરાધનાનો અનુભવ થયા વગર રહે નહીં. આ તેમના સંગીતનો જાદુ છે. 28 વર્ષના થઈ ચૂકેલા જીગરદાન ગુજરાતી સંગીતની આવતીકાલનું પ્રતિબિંબ છે. તેમને પણ ગૌરવવંતા એવૉર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. અભિષેક શાહ જે હેલ્લારોના ડિરેક્ટર છે. તેમને પણ એવૉર્ડ આપવામાં આવ્યો હતો.