અમદાવાદ: ધોળકાના કમોડ ખાતે રહેતા મનુભાઈ વસાવા તેમની પત્ની અને પરિવાર સહિત 4 લોકો પીરાણા ડમ્પિંગ સાઈટ પર કચરો વીણવા આવ્યા હતા. બાળકીના માતા પિતા જ્યારે કચરો વીણતાં હતા. તે દરમિયાન ત્યાં રમી રહેલી બાળકી ઉપર અચાનક જ કચરાનો ઢગ પડ્યો હતો. તેમાં બાળકી અને તેની સાથે રમી રહેલો અનિલ દટાઈ ગયો હતો. અનિલને તો આજુબાજુમાં રહેલા લોકોએ બહાર કાઢ્યો હતો. પરંતુ બાળકી કચરાના ઊંડાણમાં જતી રહતા તેનો પત્તો લાગ્યો નહોતો. જોકે, સાત દિવસ રાત JCB મશીનની મદદથી પોલીસ અને ફાયરની ટીમે શોધખોળ કરી રહી હતી.
જેમાં 7 દિવસ બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવી તેમજ DNA ટેસ્ટ કરીને ઓળખ પણ કરશે. હાલ મૃતદેહ કોહવાયેલી હાલતમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.