- લાયન્સ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
- મેઘાણી પરિવાર અને રેડ ક્રોસના સહયોગથી બનાવ્યું છે બ્લડ સ્ટોરેજ યુનિટ
- 349 બોટલ રક્તદાન કેમ્પમાં બ્લડ દાતાઓએ રક્તદાન કર્યું
અમદાવાદ : વિરમગામ લાયન્સ ઓર્થોપેડિક હોસ્પિટલમાં લાયન્સ ક્લબ ઓફ વિરમગામ, હિન્દુસ્તાન ગમ, ક્રેઇન ઇન્ડિયા અને માથુર વૈશ્ય સમાજ વિરમગામના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 349 બોટલ રક્તદાન કેમ્પમાં એકત્રિત થયું હતું. વિરમગામમાં લાયન્સ ક્લબ સંચાલિત ઓર્થોપેડિક હોસ્પિટલમાં મેઘાણી પરિવાર અને રેડ ક્રોસના સહયોગથી બ્લડ સ્ટોરેજ યુનિટ બનાવેલ છે. તેમાંથી છેલ્લાં 4 મહિનાથી આશરે 400 બોટલ બિલ્ડ વિરમગામના જરૂરિયાતવાળા દર્દીઓને વિરમગામની લગભગ તમામ હોસ્પિટલોમાં આપવામાં આવેલ છે.
રક્તદાન એજ મહાદાન વિરમગામની જનતાએ રક્તદાન કરી 349 રક્તની બોટલ
આ રક્તદાન કેમ્પમાં 349 રક્તની બોટલ એકત્રિત થઇ હતી. અત્યારે જ્યારે કોરોના જેવી મહામારીના સમયે બ્લડની ભારે તંગી સર્જાઈ છે. તેના માટે આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અકસ્માત અને ડિલીવરીના સમયે લોકોને બ્લડની જરૂર પડે છે. ત્યારે સમયસર દર્દીને બ્લડ મળી રહે અને દર્દીનું જીવન બચે તેથી આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.