ETV Bharat / state

ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા યોજાયેલા રક્તદાન શિબિરમાં 526 બોટલ રક્ત એકત્ર કરાયું

ધંધુકામાં સોનીની વાડી ખાતે ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

aHMEDAAD
aHMEDABAD
author img

By

Published : Jan 4, 2021, 1:57 PM IST

Updated : Jan 4, 2021, 2:42 PM IST

ધંધુકા ખાતે યોજાયેલા રક્તદાન શિબિરમાં 526 રક્તદાતાઓ દ્વારા રક્તદાન
ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન
રક્તદાન શિબિર યોજવામાં મુખ્ય ઉદ્દેશ થેલેસીમિયા અને હીમોફીલિયાના અસરગ્રસ્ત બાળકોના લાભાર્થ

ધંધુકાઃ ધંધુકામાં સોનીની વાડી ખાતે ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ શિબિરના પ્રારંભે સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિરના કોઠારી સ્વામી પરમ પૂજ્ય વિવેકસાગર સ્વામીજી તથા અમેરિકા કાકા પૂજ્ય ઘનશ્યામ પ્રકાશ કોઠારી સ્વામીજી ધંધુકા તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે દીપ પ્રાગટ્ય બાદ શિબિરને ખુલ્લી મુકવામાં આવી હતી. .

ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા યોજાયેલા રક્તદાન શિબિરમાં 526 બોટલ રક્ત એકત્ર કરાયું

શિબિરમાં 526 રક્તદાતાઓ દ્વારા રક્તદાન
ધંધુકા ખાતે યોજવામાં આવેલા મતદાન શિબિર અમદાવાદ પથમા બ્લડ બેંકના સૌજન્યથી અને ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવેલી સમગ્ર યુવા ટીમ, સર્વ સમાજના આગેવાનો તથા બીપી લોકસાહિત્યકારોના સગન પ્રયાસોથી આ શિબિરમાં 526 દાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરના આયોજકોના સઘન પ્રયત્નોથી ધંધુકા ઉપરાંત આજુબાજુના 100 કિલોમીટર જેટલા અંતરેથી પણ મિત્ર વર્તુળમાંથી રક્તદાતાઓએ ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું. પચાસ જેટલી મહિલાઓ દ્વારા પણ રક્તદાન કરવામાં આવેલ રક્તદાન શિબિર યોજવામાં પાછળનો મુખ્ય ઉદ્દેશ થેલેસેમિયા અને હીમોફીલિયાના અસરગ્રસ્ત બાળકોના લાભાર્થે યોજવામાં આવ્યો હતો. જેથી આવા રોગથી પીડાતા બાળકોને મદદરૂપ થઇ શકાય.

સારા ઉદ્દેશને ધ્યાને લઇ ધંધુકા 108 ના કર્મચારીઓ દ્વારા પણ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. આ શિબિરમા હીમોફીલિયાના ચેરમેન તથા થેલેસેમિયાના ટ્રસ્ટીએ પણ ખાસ હાજરી આપી હતી. આમ, સમગ્ર શિબિરના અંતે 526 રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરાતા તમામ રક્તદાતાઓનો આયોજક સહદેવ સિંહ સોલંકી તથા ઉપેન્દ્રસિંહ ચાવડા દ્વારા સહૃદય આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.

Last Updated : Jan 4, 2021, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.